- સ્પર્ધાત્મક પરીક્ષા અંગે સેમિનાર યોજાયો
- માતૃ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું આયોજન
- વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માહિતી આપવામાં આવી
જામનગરઃ શહેરમાં માતૃ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા અંગે સેમિનારનું આયોજન કરાયું હતું. જામનગર પંથકના વધુમાં વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લે અને ઉત્તીર્ણ થાય તે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આગામી દિવસોમાં માતૃ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્લાસીસ શરૂ કરાશે
રાજ્ય સરકારે GPSC તેમજ PSI, કોન્સ્ટેબલ અને રેવન્યુ ખાતામાં મોટા પ્રમાણમાં જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે. જિલ્લામાં કેટલાય વિદ્યાર્થીઓ મોંઘા ક્લાસીસમાં ટ્યુશન લઈ શકતા નથી. ત્યારે વિદ્યાર્થીઓને સેમિનાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માહિતી આપવામાં આવી છે અને આગામી દિવસોમાં માતૃ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્લાસીસ પણ શરૂ કરવામાં આવશે.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની સહિતનાઓ રહ્યા ઉપસ્થિત
અન્ય જિલ્લાઓની સરખામણીમાં જામનગર જિલ્લામાં સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળતું નથી, જેના કારણે વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈ શકતા નથી. આ સેમિનારમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા તેમજ કોચિંગ ક્લાસીસના ગઢવી સાહેબ સહિત મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા.