- જી.જી. હોસ્પિટલમાં 2000 કોરોના દર્દીઓ લઈ રહ્યા છે સારવાર
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી લાવવામાં આવી રહ્યો છે ઓક્સિજનનો જથ્થો
- રિલાયન્સ દ્વારા 20 હજાર લીટર ઓક્સિજન ટેન્ક મોકલવામાં આવી રહ્યા છે
જામનગરઃ જિલ્લામાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં 2000 કોરોના દર્દીઓ દાખલ હોવાના કારણે ઓક્સિજનની અછત ઊભી થઈ છે. ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગરની હોસ્પિટલમાં ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે.
આયુર્વેદિક યુનિવર્સિટીમાં પણ કોવિડ સેન્ટર છે કાર્યરત
જામનગરમાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં પણ કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે અને ડેન્ટલ કોલેજમાં પણ 300 બેડની વ્યવસ્થા સાથે કોવિડ સેન્ટર ત્યાર કરાયું છે. જોકે, ત્યાં ઓક્સિજન ટેન્ક ન હોવાના કારણે દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી.
જી. જી. હોસ્પિટલમાં બે નવી ઓક્સિજન ટેન્ક બનાવવામાં આવી
ડેન્ટલ અને આયુર્વેદિક યુનિવર્સિટીમાં ઓક્સિજન ટેન્ક બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જી. જી. હોસ્પિટલમાં બે નવી ઓક્સિજન ટેન્ક બનાવવામાં આવી છે. જેના કારણે ઓક્સિજનનો જથ્થો સંગ્રહ કરી શકાય છે. જામનગર કોવિડ હોસ્પિટલ બહાર રહેલા દર્દીઓને પણ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન આપવામાં આવે છે. જો કે, રિલાયન્સ દ્વારા 20 હજાર લીટર ઓક્સિજન ટેન્ક મોકલવામાં આવી રહ્યા છે.