- ગેસના બાટલામાં આગ લાગતા અફરાતફરી
- ફાયર ટીમે લીકેજ ગેસના બાટલામાં લાગેલી આગને કાબૂમાં લીધી
- ત્રણ જેટલા ઘરમાં થયું નુકસાન
જામનગર: ધરાનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગેસના બાટલામાં ભિષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, મકાનમાલિકે ફાયર ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવી હતી અને ફાયર ટીમે ગેસના બાટલામાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પણ ગેસનો બાટલો ફાટતા 3 જેટલા મકાનમાં નુકસાન થયું હતુ.
આ પણ વાંચો: રાજકોટના અવેડા લાઈન વિસ્તારમાં ગેસ લીકેજના કારણે એક મકાનમાં આગ
અચાનક લિકેજ થતા આગની ઘટના બની
ઘટનાની જાણ થતાં આજુબાજુના રહિશો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ઘટનાની જાણ થતા વોર્ડ નંબર 1ના કોર્પોરેટર કાસમ જીવા જોખિયા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ધરાનગર 1માં રહેતા જયંતીભાઈ વિરમગામી આજે સવારે ગેસ એજન્સીમાંથી લવાયેલો નવો સિલેન્ડર ફીટ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સિલેન્ડર લીકેજ થતા આગની ઘટના બની હતી. જોકે, ફાયર ટીમે આગને કાબૂમાં લીધી હતી.
આ પણ વાંચો: મોડાસામાં ગેસ લીકેજ થતા સાત વ્યક્તિઓ દાઝ્યા