ETV Bharat / city

જામનગરમાં કૃષિપ્રધાન અને સાંસદના અધ્યક્ષ સ્થાને કોરોના વાઇરસ અંગે બૃહદ સમીક્ષા બેઠક યોજાઇ - Agriculture Minister

જિલ્લામાં કલેકટર કચેરી ખાતે બુધવારે કૃષિપ્રધાન આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને કોરોના વાઇરસની બીમારી સામે લડવા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે સાંસદ પૂનમબેન માડમની પ્રેરક ઉપસ્થિતિમાં બૃહદ સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટર રવિશંકરે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય વિષયક, ક્વોરેંટાઇન સુવિધાઓ, આઇસોલેશન વોર્ડ અને સેમ્પલ ચેકિંગ અંગેની કામગીરી વિશેની માહિતી આપી હતી.

etv bharat
જામનગરમાં બૃહદ સમીક્ષા બેઠક યોજાઇ
author img

By

Published : Mar 25, 2020, 7:09 PM IST

જામનગરઃ કલેકટર કચેરી ખાતે બુધવારે કૃષિપ્રધાન આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને કોરોના વાયરસની બીમારી સામે લડવા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે સાંસદ પૂનમબેન માડમની પ્રેરક ઉપસ્થિતિમાં બૃહદ સમીક્ષા બેઠક યોજાઇ હતી.

જામનગરમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુ અને સાંસદ પૂનમ બેન માડમના અધ્યક્ષ સ્થાને કોરોના વાયરસની તૈયારીઓ અંગે બૃહદ સમીક્ષા બેઠક યોજાઇ

આ બેઠકમાં કલેકટર રવિશંકરે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય વિષયક, ક્વોરેંટાઇન સુવિધાઓ, આઇસોલેશન વોર્ડ અને સેમ્પલ ચેકિંગ અંગેની કામગીરી વિશેની માહિતી આપી હતી. તેમજ તંત્ર દ્વારા કવોરેન્ટાઇન સેન્ટરો અને જી.જી.હોસ્પિટલ ખાતે બેડની સુવિધાઓ, વેન્ટિલેટરની સુવિધાઓની તૈયારીઓ વિશે મહાનુભાવોને જણાવવામાં આવ્યું હતું.

આ તકે તંત્ર દ્વારા કોરોનાની બીમારી સામે લડવાની તૈયારીઓની સમીક્ષા કરતા મંત્રી આર.સી.ફળદુએ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા આ બીમારી સામે લડવા દરેક પ્રકારની તૈયારીઓ સંતોષકારક રીતે કરવામાં આવી છે, ત્યારે જનતાને પણ અનુરોધ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે લક્ષ્મણરેખા ન ઓળંગવાની અપીલ કરી છે તેને જિલ્લાવાસીઓ પણ સમર્થન આપે અને તેનો અમલ કરે. આપણુ ગામ, આપણો જિલ્લો, આપણું રાજ્ય કે આપણું રાષ્ટ્રમાં કોરોના વાઇરસની બીમારીને ફેલાવવામાં આપણે નિમિત્ત ન બનીએ અને ઘરમાં જ રહીએ તેમ કહી મંત્રીએ ઉમેર્યું હતું કે, જીવન જરુરિયાતની દરેક વસ્તુઓ આ સમયમાં પણ દરેકને ઉપલબ્ધ કરાવવામાં આવી જ રહી છે અને હજુ પણ આવશે. લોકો કોઇ અફવાથી ન ભરમાય, સ્વચ્છતા જાળવે, વારંવાર હાથ ધોઈ સેનીટાઇઝરનો ઉપયોગ કરી આ બીમારીને રોકવામાં આગળ આવે, પોતાની જાતને સાચવે અને પરિવારને પણ બચાવે.

આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમે લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોને વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા અને આ વાઇરસને ફેલાતો અટકાવવા સામાજિક અંતર રાખવાની અપીલ કરતા કહ્યું હતું કે, વિશ્વના અનેક પ્રગતિશીલ દેશો આ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે આ મહામારીનો કોઈ ઉપાય નથી અને તેનાથી બચવા આપણે વાઇરસથી બચવું જ રહ્યું. આ માટે લોકો કોઈપણ સ્થળે એકઠા ન થાય તદઉપરાંત જીવનજરૂરી ચીજોની દુકાનો પર પણ પાંચથી વધુ લોકો એકઠા ન થાય, તે પાંચ લોકો પણ સામાજિક અંતર જાળવે જેથી આ વાઇરસને ફેલાતો અટકાવી શકાય.

સાંસદે કોઈપણ વ્યક્તિને તેમજ પશુઓને પણ આવશ્યક ચીજવસ્તુઓ મળી રહેશે અને તે માટે તંત્ર કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું. પશુધન માટે પણ દુકાનો ચાલુ રાખવામાં આવી છે, ત્યારે આ આપદાથી બચવા બહાર જવાનું અટકાવીએ. વગર કારણે બહાર ન નીકળીએ. ઘરમાં રહીએ સુરક્ષિત રહીએ અને તંત્રને સહયોગ આપીએ. આ અપીલ સાથે લોકો પોતે જાગૃત રહી ઘરમાં રહે, અન્યથા તંત્રને પણ ફરજિયાત લોકો પર કાર્યવાહી કરવાની ફરજ પડશે જેથી કોઈપણ બહાને બહાર ન નીકળીએ. તંત્ર પગલા લે એવું ના કરીએ અને કોરોનાના વાહક ન બનીએ, વાલીઓ પણ બાળકોને સમજાવી ઘરની બહાર ન નીકળવા દે તેમ સાંસદે વધુમાં ઉમેર્યું હતું. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપીન ગર્ગ, એસ.પી. શરદ સિંઘલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા વગેરે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.