ETV Bharat / city

જામનગર મનપાની જનરલ બોર્ડની સભામા 612.49 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું - General Board of the Corporation

જામનગર મનપાની જનરલ બોર્ડની સભામાં મેયરની હાજરીમાં બજેટ રજૂ કર્યુ હતું. પરંતુ વિપક્ષે આ સભામાં હોબાળો મચાવ્યો હતો.

budeget
જામનગર મનપાની જનરલ બોર્ડની સભામા 612.49 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું
author img

By

Published : Mar 30, 2021, 6:31 PM IST

  • જામનગર મનપાનું બજેટ રજૂ કરવામાં આવ્યું
  • જામનગર મનપાનું 612.49 કરોડનું બજેટ
  • વિપક્ષે કર્યો હોબાળો

જામનગર: જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડ આજે ટાઉનહોલ ખાતે યોજાયું હતું. શાસક પક્ષના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારિયા દ્વારા ગૃહમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે વિપક્ષે આ અંગે વિરોધ કર્યો હતો.

જામનગર મનપાનુ રૂ.612.49 કરોડનું બજેટ

જામનગર મનપાનુ રૂપિયા.612.49 કરોડનું બજેટ મંજુર કર્યા બાદ જનરલ બોર્ડમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. મનપાની સામાન્ય સભામાં મેયર બીનાબેન કોઠારીના અધ્યસ્થાને સ્ટેન્ડીંગ કમિટી ચેરમને મનીષ કટારીયાએ બજેટ રજૂ કર્યું છે. જામનગરના શહેરીજનો પર કોઈ વધારાના કરબોજ વિનાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે બજેટમાં રિંગ રોડ સહિતના વિકાસકાર્યોનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : જામનગરમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર દુકાનદારો સામે મનપાની લાલ આંખ

ભાજપ, કોંગ્રેસ અને BSPના કોર્પોરેટરો વચ્ચે રકઝક

જામનગર મનપાની જનરલ બોર્ડની સભામા 612.49 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું

જામનગર મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો. ભાજપના નગરસેવક અને કોંગ્રેસના નગરસેવીકા આમને સામને આવી ગયા હતા.રખડતા ઢોર અને એનિમલ હોસ્પિટલની ચર્ચા સમયે વિવાદ થયો હતો. નગરસેવકો આમને સામને આવી જતા સામાન્ય સભા ગરમાઈ હતી, ચાલુ સામાન્ય સભામાં સિક્યોરિટી બોલાવવી પડી હતી અને શાસક અને વિપક્ષના નગરસેવકોએ મામલો થાળે પાડ્યો હતો. કોંગ્રેસ નગરસેવીકા રચનાબેન નંદાણીયા અને ભાજપ નગરસેવક પૃથ્વીરાજસિંહ ઝાલા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચો : જામનગર: મનપા દ્વારા NOC મામલે બેદરકારી દાખવનાર 5 ખાનગી હોસ્પિટલોના પાણીના જોડાણ કપાયા

વિપક્ષે મચાવ્યો હોબાળો

જામનગર મહાનગરપાલિકાના બજેટ દરમિયાન ભાજપ, કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીના કોર્પોરેટરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ત્રણ કોર્પોરેટર બહુજન સમાજ પાર્ટીના ચૂંટાયા છે તો 10 જેટલા કોર્પોરેટર કોંગ્રેસમાંથી ચૂંટાઇ આવ્યા છે ત્યારે 50 જેટલા કોર્પોરેટરો ભાજપમાંથી ચૂંટાયા છે. બહુજન સમાજ સમાજ પાર્ટીના કોર્પોરેટર ફુરકાન શખે જનરલ બોર્ડમાં દરખાસ્ત મૂકતા ભારે હોબાળો થયો હતો બાદમાં કોર્પોરેટર ઇંગ્લિશમાં વાત કરતા હતા જેના કારણે મેયરે તેમને અટકાવ્યા હતા. નગર સીમ વિસ્તારમાં જે પ્રકારે પ્રાથમિક સુવિધાઓ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી નથી અને ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે જેના વિરોધમાં બહુજન સમાજ પાર્ટીના કોર્પોરેટરે ગૃહમાં દરખાસ્ત મૂકી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.