જામનગરઃ શહેરની જી.જી.હોસ્પિટલમાં 45 વર્ષીય પુરૂષનું મોત થયું છે. જેથી મૃતકવા પરિવારે આક્ષેપ કર્યો કે, આ મોત ડૉક્ટરની બેદરકારીના કારણે થયું છે.
જામનગરની જી.જી.હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
- હોસ્પિટલમાં 45 વર્ષીય પુરૂષનું મોત
- પરિવારે ડૉક્ટર પર બેદરકારીનો કર્યો આક્ષેપ
- સારવાર નહીં આપવા અંગે જણાવ્યું પરિવારે
- પરિવારે મૃતદેહ સ્વીકારવા કર્યો ઇન્કાર
મળતી માહિતી મુજબ, ધરાનગર-1માં રહેતા આમદ ઇબ્રાહિમ કુરેજા નામના 45 વર્ષીય પુરૂષનો પગ ભાંગી જતાં તેમને સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું છે.
આમદ ઈબ્રાહીમ કુરેજાનું મોત થતાં તેના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. મૃતકના પરિવારનું કહેવું છે કે, જ્યાં સુધી તેમને યોગ્ય ન્યાય નહીં મળે, ત્યાં સુધી તે મૃતદેહનો સ્વીકાર કરશે નહીં.
આ અંગે મૃતકના પરિવારે વધુમાં જણાવ્યું કે, જી.જી.હોસ્પિટલના ડૉક્ટરો કોઈ પ્રકારની સારવાર આપવામાં આવી નથી. જેથી તેમના સંબંધીનું મોત થયું છે.