ETV Bharat / city

8 વર્ષના ઋષિએ લોકડાઉનનો કર્યો સદ્ઉપયોગ, શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક કર્યા કંઠસ્થ - special story

વૈશ્વિક મહામારી કોરોના (corona pandemic) સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉન (lockdown) જાહેર કરવામાં આવ્યુ હતુ, આ લોકડાઉનના સમયગાળા દરમિયાન જામનગરમાં 8 વર્ષના ઋષિએ અનોખી સિદ્ધિ મેળવી આજના બાળકો અને સમાજ સમક્ષ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. શહેરની કેન્દ્રીય વિધાલય શાળા નં. 2 માં ધોરણ 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઋષિ પરસાણીયાએ શ્રીમદ ભગવદ્ ગીતા (Shrimad Bhagwat Gita) નાં 700 શ્લોોક કંઠસ્થ કર્યા છે.

8 વર્ષના ઋષિએ લોકડાઉનનો કર્યો સદ્ઉપયોગ, શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક કર્યા કંઠસ્થ

author img

By

Published : Jul 7, 2021, 1:07 PM IST

Updated : Jul 7, 2021, 2:08 PM IST

  • જામનગરમાં 8 વર્ષના બાળકની અનોખી સિદ્ધિ
  • ધોરણ-4માં વિદ્યાર્થીએ લોકડાઉનનો કર્યો સદ્ઉપયોગ
  • ઋષિએ શ્રીમદ્ ભાગવદ્ ગીતાના 700 શ્લોક કર્યા કંઠસ્થ

જામનગર: કોરોનાના કપરા કાળ (corona pandemic) માં સમગ્ર દેશમાં લોકડાઉન (lockdown) જાહેર કરી રોજગાર ધંધા તેમજ શાળાઓ બંધ કરવામાં આવી હતી, આ સમયગાળા દરમિયાન તમામ લોકો પર કોઈને કોઈ પ્રકારની અસર થઈ છે. કોઈક લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. તો શાળા- કોલેજમાં અભ્યાસ કરતા બાળકોના શિક્ષણ પર અસર થઈ છે. કોરોના સંક્રમણ દરમિયાન શાળાઓ બંધ રહેવાથી ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન બાળકો પણ મોબાઈલ-ટીવીના આદિ થયા છે. ત્યારે જામનગરની કેન્દ્રીય વિધાલય શાળા નં. 2 માં ધોરણ 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઋષિ પરસાણીયા (Rushi Parsaniya) એ એક અલગ જ સિદ્ધિ મેળવી છે. લોકડાઉનમાં પોતાના માતા- પિતાના માર્ગદર્શનથી ઋષિએ શ્રીમદ ભગવદ્ ગીતા (Shrimad Bhagwad Gita) નાં 700 શ્લોોક કંઠસ્થ કર્યા છે.

8 વર્ષના ઋષિએ લોકડાઉનનો કર્યો સદ્ઉપયોગ, શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક કર્યા કંઠસ્થ

માતાના માર્ગદર્શનથી રોજના 8 થી 10 શ્લોકનું રટણ કરતો

ઋષિ શ્રીમદ ભગવદ્ ગીતાનાં શ્લોક શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલે છે. તેના માતા રીનાના માર્ગદર્શનથી રોજના 8 થી 10 શ્લોોક દિવસમાં 10-10 વખત વાગોળીને ટૂંકા સમયગાળામાં સંપૂર્ણ ગીતાજી કંઠસ્થ કરી શક્યો છે, આ સાથે તેને બીજા સંસ્કૃતના શ્લોકો અને શ્રૃતિઓ પણ કંઠસ્થ કર્યા છે. તેને લાંબા સમય સુધી યાદ રાખવા રટણ કરવું જરૂરી બની જાય છે તેથી ઋષિ તેને યાદ રાખવા દરરોજ સાતત્યપૂર્વક પારાયણ કરવાનો પ્રવાહ ચાલુ રાખ્યો છે.

ઋષિના માતા-પિતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેના સ્વાધ્યાય કાર્ય સાથે સંકળાયેલા

ઉલ્લેખનીય છે કે, ઋષિના માતા-પિતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (Pandurang Shastri Athavale) ના સ્વાધ્યાય કાર્ય સાથે જોડાયેલા છે. જેના કારણે ઘરમાં ધાર્મિક વાતાવરણ પહેલાથી જ હોવાથી નો પ્રભાવ ઋષિ પર પડ્યો છે. ઋષિને તેના માતા-પિતા ઉપરાંત તેના દાદા પણ આ કાર્ય બાબતે સતત પ્રોત્સાહિત કરતાં હતા. જેના પરિણામે આજે ઋષિએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

રોજ 10 શ્લોક કંઠસ્થ કરવા આપતા

ઋષિના માતા-પિતાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઋષિ ભણવામાં પણ હોશિયાર છે અમે તેને રોજ 10 શ્લોક કંઠસ્થ કરવા આપતા હતા. જે ઋષિ કરી નાખતો આથી તે લોકડાઉનના સમયમાં મોબાઇલ તેમજ ટીવી જોવાને બદલે સતત ભગવદ્ ગીતાનું પઠન કર્યું છે. જેને કારણે આજે ઋષિ 700થી વધુ શ્લોોક શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલી શકે છે.

આ પણ વાંચોઃ 'બાળ આર્યભટ્ટ' વિરાટ : શીખવાની જિજ્ઞાસાએ બનાવ્યો જીનિયસ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન

ઋષિએ લોકડાઉનમાં સમયનો સદ્ઉપયોગ કરી ઉદાહરણ પુરુ પાડ્યુ

આજના ટેકનોલોજીના યુગમાં મોટાભાગના બાળકો એન્ડ્રોઇડ મોબાઈલમાં ગેમ તેમજ ટીવી ચેનલમાં કાર્ટુન જોઈને સમય પસાર કરતા જોવા મળી રહ્યા છે. જો કે, જામનગરના ઋષિએ લોકડાઉનમાં સમયનો સદ્ઉપયોગ કેમ કરાય તેનો એક દાખલો પૂરો પાડ્યો છે. તમામ વાલીઓએ પોતાના બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે પ્રયાસ કરવો જોઈએ.

Last Updated : Jul 7, 2021, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.