- જામનગરમાં દુષ્કર્મની ઘટના
- 11 વર્ષની દીકરી પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ
- નરાધમ પિતાની પોલીસે કરી ધરપકડ
જામનગરઃ જિલ્લામાં નરાધમ પિતાએ પોતાની 11 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યો હોવાનું સામે આવતા નરાધમ બાપ પર ચોતરફથી ફિટકારની લાગણી જોવા મળી રહી છે.પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં દબોચી લઈ કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે.
![જામનગરમાં બે મહિનામાં દુષ્કર્મની 8મી ઘટના](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-04-sagira-duskarm-7202728-mansukh_11112020163253_1111f_1605092573_778.jpg)
જામનગર જિલ્લામાં છેલ્લા બે મહિનામાં આઠમી દુષ્કર્મની ઘટના
જામનગર પથકમાં છેલ્લા બે મહિનાના ગાળામાં દુષ્કર્મની આઠમી ઘટના સામે આવી છે, ગ્રામ્ય પંથકમાં બહારથી મજૂરી કામ કરવા આવેલા પરિવારના નરાધમ પિતાએ પોતાની 11 વર્ષીય પુત્રી પર જ નજર બગાડી દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઈ છે. 11 વર્ષીય પુત્રી ચાર દિવસ પહેલા ઘરે એકલી હતી અને તેની માતા વતનમાં ગયા હતા. પુત્રીને તેના જ સગા પિતાએ હવસનો શિકાર બનાવી હતી. સતત બે દિવસ સુધી દુષ્કર્મ ગુજારતા સગીરા સ્તબ્ધ બની ગઈ હતી. આખરે સગીરાની માતા વતનથી પરત ફર્યા ત્યારે સમગ્ર આપવીતી જણાવી હતી.
પોલીસે આરોપી સામે પોસ્કો મુજબ નોંધ્યો ગુનો
સગીરાની માતાએ પોલીસમાં જાણ કરતા સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી અને નરાધમ પિતાને જુદી-જુદી ટીમ બનાવી ગણતરીની કલાકમાં દબોચી લીધો છે. તો પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવી પોક્સો સહિતની કલમ લગાવી કોર્ટમાં રજૂ કર્યો છે.