- સ્મશાનમાં 13 શ્વાનનાં મોત
- અર્ધબળેલો મૃતદેહ ખાધા બાદ મોત થયું હોવાનું તારણ
- શ્વાનનાં મોત થતા ચકચાર મચી ગઈ
જામનગર: શહેરમાં નાગેશ્વરમાં આવેલા સ્મશાન ગૃહમાં બે દિવસમાં 13 જેટલા શ્વાનના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, શ્વાન અર્ધબળેલી બોડી તેમજ રાખમાં રખડતાં હોવાથી મોત થયા હોવાનું પ્રાથમિક તારણ છે.
આ પણ વાંચો: ભરૂચમાં મન મૈત્રી સેવા ફાઉન્ડેશને 27 શ્વાન દત્તક લીધા
હજૂ 5થી 6 શ્વાન ગંભીર હાલતમાં
સ્મશાનમાં સતત ચિતાઓ સળગે છે. જેની વધેલી રાખ અથવા અવશેષો કૂતરાંઓએ ખાધા હોવાની વિગતો બહાર આવી છે. સ્મશાન અંદર આટાં ફેરાં કરતા 13 શ્વાન મોતને ભેટ્યા છે. આમ, કોરોનાકાળમાં કોવિડથી અવસાન પામેલા લોકોની બોડીઓ સ્મશાનમાં સળગાવવામાં આવે છે. જોકે બે દિવસમાં એક સાથે 13 જેટલા શ્વાનનાં મોત થતા ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો: આશ્ચર્ય! વાપીમાં શંખનાદ સમયે શેરીના શ્વાન મિલાવે છે સુરમાં સુર
- અહીં ઉલ્લેખનીય છે કે, મંદિરોમાં આરતી સમયે ખાસ શંખનાદ કરવામાં આવે છે. કેટલાક લોકો પોતાના ઘરે પણ સવાર-સાંજ આરતી સમયે શંખ નાદ કરે છે. વાપીમાં પણ હસમુખભાઈ નામના વ્યક્તિ રોજ સવારે સાંજે પોતાના ઘરે શંખ વગાડે છે. ત્યારે શેરીઓના કુતરાઓ ત્યાં આવી હસમુખ ભાઈના શંખનાદ સાથે જોરમાં ભસી શંખના સુરમાં સુર પુરાવે છે. અચરજ પમાડતી આ ક્રિયા દરરોજ થાય છે.