ETV Bharat / city

Yuvrajsinh Jadeja Arrested: યુવરાજસિંહ સામે નોંધાયો બિનજામીનપાત્ર ગુનો, ગાડીના સ્પાય કેમેરામાં પોલીસકર્મી પર ગાડી ચડાવવાની ઘટના થઈ કેદ - Vidya Sahayak Protested at Gandhinagar

ગાંધીનગરમાં સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે ફરિયાદ (Police Complaint against Yuvrajsinh Jadeja) નોંધવામાં આવી છે. યુવરાજસિંહ પર આક્ષેપ છે કે, તેમણે પોલીસકર્મી પર ગાડી ચડાવી છે. સાથે જ તેમણે વિરોધ કરવા આવેલા વિદ્યા સહાયક ઉમેદવારોને ઉશ્કેર્યા (Yuvrajsinh Jadeja Arrested) હતા.

Yuvrajsinh Jadeja Arrested: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોલીસકર્મી પર ચડાવી ગાડી, હવે 332 કલમ હેઠળ નોંધાયો ગુનો

author img

By

Published : Apr 6, 2022, 12:14 PM IST

Updated : Apr 6, 2022, 1:49 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં હેડ ક્લાર્ક પરીક્ષાના પેપર કાંડનો પર્દાફાશ કરનારા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ દિવસેને દિવસે (Yuvrajsinh Jadeja Arrested) વધી રહી છે. હવે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ સામે ફરિયાદ નોંધાઈ (Police Complaint against Yuvrajsinh Jadeja) છે. આપને જણાવી દઈએ કે, મંગળવારે વિદ્યા સહાયક ઉમેદવારો ગાંધીનગર વિરોધ કરવા પહોંચ્યા હતા. જોકે, તમામની અટકાયત કરવામાં આવી હતી. તે સમયે યુવરાજસિંહ પોલીસ હેડ ક્વાર્ટર પહોંચ્યા હતા અને અટકાયત કરાયેલા ઉમેદવારોને (Yuvrajsinh Jadeja Arrested) ઉશ્કેર્યા હતા.

ગાડીના સ્પાય કેમેરામાં પોલીસકર્મી પર ગાડી ચડાવવાની ઘટના થઈ કેદ

યુવરાજસિંહે પોલીસકર્મી પર ગાડી ચડાવી- સાથે જ યુવરાજસિંહ જાડેજાએ પોલીસની કામગીરીમાં દખલ અને પોલીસકર્મી પર ગાડી ચડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી, જેના અનુસંધાને સેક્ટર 21 પોલીસ સ્ટેશન ખાતે યુવરાજસિંહ જાડેજા સામે સરકારી કર્મચારી પર હુમલો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

યુવરાજસિંહે ગાડીમાં સ્પાઈ કેમેરા રાખી વધુ ફસાયા - આ બાબતે રેન્જ IG અભયસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, યુવરાજસિંહ જાડેજા પોતાની ગાડીમાં આગળના ભાગે એક સ્પાય કેમેરા ફીટ કરેલો છે, જે તમામ વસ્તુઓ રેકોર્ડિંગ કરે છે ત્યારે જ્યારે યુવરાજસિંહ જાડેજા પોલીસકર્મી ઉપર ગાડી ચડાવી તે ઘટના પણ યુવરાજસિંહ જાડેજાની (Yuvrajsinh Jadeja Arrested) ગાડીમાં લાગેલા કેમેરામાં રેકોર્ડ થયા છે. તેના રેકોર્ડ ઉપર જ યુવરાજસિંહ જાડેજા ઉપર કાયદેસરનો કેસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- GETCO Exam Paper Leak 2022: શું પરીક્ષા રદ થશે? જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયા, યુવરાજના આક્ષેપોનો પણ આપ્યો જવાબ

વિદ્યાસહાયકોની ઉશ્કેરણી કરવામાં આવી - અભય ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, ગેરકાયદેસર રીતે વિદ્યા સહાયકો (Vidya Sahayak Protested at Gandhinagar) દ્વારા ગેટ નંબર ચાલુ કરી વિરોધ પ્રદર્શન અને આંદોલન કરવામાં આવી રહ્યું હતું અને પોલીસ મંજૂરી આપવામાં આવી હતી. આથી તમામ વિદ્યા સહાયકનાં આંદોલનકારીઓને (Vidya Sahayak Protested at Gandhinagar) પોલીસે અટકાયત કરીને તેમને હેડ ક્વાર્ટર લાવવામાં આવ્યા હતા અને પાછળ પાછળ યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja Arrested) પણ ત્યાં પહોંચ્યા હતા. અહીં તેમણે તમામ મહિલાઓ અને પુરુષ વિદ્યા સહાયક ઉમેદવારોને ઉશ્કેરવાનું કામ કર્યું હતું.

આ પણ વાંચો- Junior Clerk Recruitment 2022: રાજકોટ મનપા જુનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ થયાનો આક્ષેપ

કયો ગુનો દાખલ કરવામાં આવ્યો - રેન્જ IG અભય ચુડાસમાને વિગત આપતા જણાવ્યું હતું કે, યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja Arrested) અને તેના એક સાથી પર 332 અને 307નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બંને કલમ બિનજામીનપાત્ર છે. પોલીસકર્મી પર હુમલો કરવો અને તેને મારવાનો પ્રયત્ન કરવાની કલમ હેઠળ યુવરાજસિંહ જાડેજા ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયામાં #releseyuvrajsinh ટ્રેન્ડ શરૂ - ગાંધીનગર પોલીસ દ્વારા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja Arrested) વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે ત્યારે સેકટર 21 પોલીસ સ્ટેશનમાં યુવરાજના સમર્થકો મોડી રાતે પહોંચ્યા હતા તે બાબતે અભય ચુડાસમાએ કહ્યું હતું કે આ ગુનો એ ગંભીર પ્રકારનો ગુનો છે ત્યારે આ બાબતે કોઈ પણ યુવાઓ ગેરમાર્ગે દોરાય નહીં. જ્યારે યુવરાજસિંહ જાડેજાએ પોલીસ ઉપર હુમલો કર્યો છે અને તે પ્રમાણે જ ગુનો નોંધવામાં આવ્યો છે.

Last Updated : Apr 6, 2022, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.