ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારના 121 દિવસ પૂર્ણ થવા પર રાજ્ય સરકાર દ્વારા સુશાસનના 121 દિન તરીકે ઉજવણી કરીને આજે સરકારે કરેલા તમામ મહત્વના કાર્યોને એક બૂકમાં સાંકળીને બૂક લોન્ચિંગ (Book Launching Of Bhupendra Patel Government)કરવામાં આવ્યું હતું. રાજ્યના પ્રધાન જીતુ વાઘાણીએ Etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 121 દિવસ ખાસ રહ્યા છે. આ 121 દિવસમાં તમામ પ્રકારના નિર્ણયો કે, જે જાહેર જનતાને સીધી રીતે સ્પર્શ કરતા હોય તેવા નિર્ણય કરવામાં આવ્યા છે.
પ્રશ્નોનું ઘરે બેઠા સમાધાન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી
તેમણે જણાવ્યું કે, આ ઉપરાંત ખેડૂતોને કમોસમી વરસાદ (Unseasonal Rain In Gujarat) રાહત પેકેજ, માછીમારોને સહાય (Assistance to fishermen In Gujarat), પેટ્રોલના ભાવમાં ઘટાડો આ તમામ મહત્વના નિર્ણયો રાજ્ય સરકાર દ્વારા જાહેર જનતાના હિતમાં લેવામાં આવ્યા છે. જીતુ વાઘાણી વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને ઘરઆંગણે સેવા મળે તે બાબતે પણ રાજ્ય સરકારે અનેક કાર્યો કર્યા છે જેમાં 99 ટકા ગ્રામીણ ક્ષેત્રને લગતી જરૂરિયાતોના પ્રશ્નો ઘેર બેઠા જ સમાધાન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજ્યના યુવાઓને વધુ તક પ્રાપ્ત થાય તેવું આયોજન
જીતુ વાઘાણીએ એ પણ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા એફિડેવિટનો પણ સેલ્ફ એટેચ્ડ (Self Attached Affidavit Gujarat) કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી કોઈપણ નાગરિક પોતાના દસ્તાવેજ ઉપર જ સહી સિક્કા કરીને તેની ખરાઇનું પ્રમાણપત્ર આપી શકે છે. શિક્ષણમાં પણ અનેક ફેરફારો (Changes in Education System Gujarat) કરીને રાજ્યના યુવાઓને વધુ તક પ્રાપ્ત થાય તે માટે જિલ્લા કક્ષાએ પણ કાર્યક્રમ અને તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
50 હજારથી વધુ જગ્યાઓ પર સરકારી ભરતીની જાહેરાત
મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે રાજ્યની કમાન સંભાળતાં જ તમામ સરકારી વિભાગોમાં જે કેટલાય સમયથી જે સરકારી જગ્યાઓ ખાલી પડી હતી તેને ફરીથી ભરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. 50 હજારથી વધુ અલગ અલગ જગ્યા ઉપર યુવાઓને સરકારી ભરતીની જાહેરાત (Government Recruitment By Gujarat Government) કરાઈ જ્યારે તમામ યુવાઓ જિલ્લા કક્ષાએ પોતાની ઔદ્યોગિક સાહસિકતા બતાવી શકે તે માટે પણ રાજ્ય સરકાર દ્વારા નવા અભિગમો અપનાવીને જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ યુવાઓ સ્ટાર્ટઅપ કરી શકે તે માટેની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી. હજુ 121 દિવસ જ પૂર્ણ થયા છે, પરંતુ આવનારા દિવસોમાં પણ રાજ્ય સરકાર વધુ સારું કાર્ય કરશે અને વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ સરકાર ફરીથી આવશે તેવો પણ વિશ્વાસ જીતુ વાઘાણીએ વ્યક્ત કર્યો.