ગાંધીનગર : જમીન માપણી વિવિધ સેવાઓ ઓનલાઇન કરતાં રાજ્યના મહેસૂલ કૌશિક પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રજાને કર્મચારી સાથે સીધા સંપર્ક વિના સેવાઓ મેળવી શકે તે માટે મહેસૂલી સેવાઓને સરળ ઝડપી અને ઓનલાઈન કરવાની કવાયતને આગળ વધારવામાં આવી છે. ટૂંકાગાળામાં 21 જેટલી વિવિધ મહેસુલી સેવા ઓનલાઇન કરવામાં આવી છે. જે પૈકી મોટાભાગની સેવાઓનું ફેસ પદ્ધતિથી અમલીકરણ થઈ રહ્યું છે. ત્યારે આ પ્રકારની સેવાઓનો સીધો લાભ નાગરિકો મેળવી રહ્યાં છે. આવી જ વધુ એક સેવા જમીન માપણીની કામગીરીને ઓનલાઇન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

જ્યારે જમીન બાબતે મળેલી અનેક ફરિયાદોને હવે ધ્યાનમાં લઇને કેટલી અને કયા પ્રકારની ફરિયાદ છે, તે તમામ પ્રકારના ડેટા કલેક્ટ કરવા પણ રાજ્યના મહેસૂલપ્રધાન કૌશિક પટેલ અધિકારીઓને સૂચના આપી છે. ત્યારે હવે ફરિયાદોને ધ્યાનમાં લઈને પણ આવનારા દિવસોમાં ઓનલાઇન વ્યવસ્થા સુધારવામાં આવશે.