- ગાંધીનગરમાં ચ રોડ પર બનનાર અંડર બ્રિજનો વિરોધ
- વસાહત મહામંડળે માર્ગ, મકાન વિભાગને લખ્યો પત્ર
- ઘ રોડ પાસેના અંડર બ્રિજની હાલત જોઈ કરાયો વિરોધ
ગાંધીનગર : શહેર વસાહત મહામંડળનું માનવું છે કે, ગાંધીનગર (Gandhinagar)શહેર એક અલગ આગવી ઓળખ ધરાવે છે અને ગાંધીનગર શહેરમાં મુખ્ય રસ્તાઓ પરના મોટા સર્કલ તેની ઓળખ છે, આ સર્કલો પર ફૂલોની હારમાળા અને ફુવારાઓ શહેરની ઓળખ છે, પરંતુ હવે જાહેર મુખ્ય માર્ગના સર્કલ તોડી અંડર બ્રિજ બનાવવાનું આયોજન બંધ રાખવું જોઈએ કેમકે, વસાહત મંડળનું કહેવું છે કે, ઘ-4 પાસેના અંડર બ્રિજ બન્યા બાદ તેમાં ખામીઓ જોવા મળી છે અને ક્યારેક કામના કારણે આ બ્રિજ બંધ રહે છે, જેથી વસાહતીઓને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.
આ પણ વાંચો- ગાંધીનગરના દહેગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ખેતરો-અંડરબ્રિજ પાણીમાં ગરકાવ
સર્કલો તોડી અંડર બ્રિજ બનાવવાના નિર્ણય સામે વિરોધ
માર્ગ અને મકાન વિભાગ(Road and building department)ને લખેલા લેટરમાં શહેર વસાહત મંડળનું કહેવું છે કે, શહેરની ઓળખ એવા સર્કલો કે જ્યાં રંગબેરંગી ફુવારાની ઠંડક માણવા માટે એક સમયે રાત્રી દરમિયાન વસાહતીઓ, સહેલાણીઓ અને બાળકો આનંદ માણવા માટે આવતા હતા અને શહેરની આગવી ઓળખ પણ આ સર્કલો અને તેની પરના ફુવારાઓ છે, પરંતુ શહેરના વિકાસના નામે ટ્રાફિકને આગળ કરી શહેરના માર્ગોના પ્લાન્ટ નકશા બદલી નાગરિકોને અનુકૂળ ના હોય તેવા નિર્ણય કરી પ્રજાના પૈસા વાપરવામાં આવી રહ્યા છે. આ ચ-3 સર્કલ તોડી નવું બનાવવામાં આવી રહ્યું છે, જેનાથી શહેરના અનેક નાગરિકો ભારે રોષમાં જોવા મળે છે.
ઘ-4 પાસેનો અંડર બ્રિજમાં બન્યા બાદ પણ અનેક ખામીઓ
આ પહેલા ઘ-4 સર્કલ પર મોટું સર્કલ હતું, તેને તોડી નાખી અંડર બ્રિજ બનાવવામાં આવ્યો છે. જેનાથી શહેરના અનેક નાગરિકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે. કેમ કે, અત્યારે નાના-મોટા સાધનોની અવર-જવર ભલે ચાલુ છે, પરંતુ આ બ્રિજ ખુલ્લો મૂકાયાને ત્રણ-ચાર મહિના થયા, પરંતુ તે અન્ડર બ્રિજની હાલત એવી છે કે, તેની બન્ને સાઇડ દીવાલોમાં નાની તિરાડો અત્યારથી પડી ગઇ છે.
આ પણ વાંચો- અમદાવાદઃ શહેરની સુંદરતા માટે તૈયાર કરાયેલા ફુવારામાંથી હવે લોકો પાણી ભરી રહ્યા છે...
એક બાજુ અંડરબ્રિજ બંધ કરી દેતા ટ્રાફિક પણ સર્જાય છે
ચોમાસામાં ગાબડાઓ પણ પડે છે, આ ઉપરાંત પાણી પણ ભરાય છે. અનેક પ્રશ્નો આ અંડરબ્રિજના ત્રણથી ચાર મહિના બાદ સામે આવ્યા છે. જેની કામગીરી નબળી કરવામાં આવી છે. લોકોને પણ અફસોસ થાય છે કે, એના કરતા પહેલા રંગબેરંગી ફુવારા સાથે ઘ-4 સર્કલ સારું હતું. આ ઉપરાંત જ્યારે પણ અંડર બ્રિજનું કામ ચાલુ હોય ત્યારે એક બાજુ અંડરબ્રિજ બંધ કરી દેતા ટ્રાફિક પણ સર્જાય છે. જેથી ચ-3 અને ચ-2 સર્કલ તોડી અંડર બ્રિજ બનાવવાનું આયોજન બંધ રાખવામાં આવે તેવી તેમની માંગણી છે.