ETV Bharat / city

કોર કમિટીમાં ભુપેન્દ્ર પટેલનું નામ જાહેર થતા નીતિન પટેલે કરી હતી માથાકૂટ ?

કોર કમિટીમાં નવા મુખ્યપ્રધાન તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની જાહેરાત કરાતા નીતિન પટેલે પણ વિરોધ કર્યો હોવાની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઇ રહી છે, જ્યારે ધારાસભ્યોની બેઠકમાં પણ નીતિન પટેલ નારાજ હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

નીતિન પટેલ
નીતિન પટેલ
author img

By

Published : Sep 12, 2021, 8:16 PM IST

  • રાજ્યના નવા મુખ્યપ્રધાન પાછળ નીતિન પટેલ નારાજ
  • કોર કમિટીમાં કર્યો હતો વિરોધ
  • બીજી વખત નીતિન પટેલના હાથમાંથી મુખ્યપ્રધાનની ખુરશી ગઈ

ગાંધીનગર : કમલમ ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક મળે તે પહેલા ભાજપમાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં નીતિન પટેલ, સી.આર પાટીલ, ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ, વિજય રૂપાણી જેવા નેતાઓ કોર કમિટીની બેઠકમાં હાજર રહ્યા હતા, ત્યારે કોર કમિટીમાં નવા મુખ્યપ્રધાન તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની જાહેરાત કરાતા નીતિન પટેલે પણ વિરોધ કર્યો હોવાની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઇ રહી છે. જ્યારે ધારાસભ્યોની બેઠકમાં પણ નીતિન પટેલ નારાજ હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

વર્ષ 2017માં પણ આવી બની હતી ઘટના

વર્ષ 2017ની ચૂંટણીમાં પણ મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલનું નામ અગ્રેસર હતું, પરંતુ અચાનક જ મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેથી નીતિનભાઈને માઠું લાગ્યું હતું અને કેબિનેટ બેઠકમાં પણ તેઓ હાજર રહ્યા ન હતા. ત્યારબાદ તેઓએ ખાતાની ફાળવણી બાબતે પણ નારાજગી દર્શાવી હતી અને આખો દિવસ પોતાના નિવાસસ્થાને બેસીને ભાજપના જ અગ્રણી નેતાઓનો વિરોધ કર્યો હતો અને ત્યારબાદ મોડી રાત્રે તેમને નાણાખાતું ફાળવીને તેમનો અસંતોષ દૂર કર્યો હતો.

2016માં આનંદીબેન પટેલે રાજીનામુ આપ્યું ત્યારે મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલે હવન પણ કર્યો હતો

વર્ષ 2014માં પાટીદાર આંદોલન બાદ રાજ્યના મુખ્યપ્રધાન પદેથી આનંદીબેન પટેલે પણ રાજીનામું આપ્યું હતું, ત્યારે પણ ગુજરાત રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલનું નામ ખૂબ જોરદાર ચર્ચાતું હતું. જ્યારે તેઓએ તેમના નિવાસસ્થાન ખાતે નવચંડી હવનનું પણ આયોજન કર્યું હતું, પરંતુ અચાનક જ ભાજપ કેન્દ્રીય મૌવડી મંડળ દ્વારા વિજય રૂપાણીનું નામ મુખ્યપ્રધાન તરીકે જાહેર કરાયું હતું, ત્યારે પણ તેઓ નારાજ થયા હતા.

હવે ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકે ચર્ચા

જેમ વર્ષ 2016માં આનંદીબેન પટેલે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપીને તેઓને મધ્યપ્રદેશના ગવર્નર એટલે કે રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેવી જ રીતે હવે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પણ ઉત્તરાખંડના રાજ્યપાલ બનાવાય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આમ આ ચર્ચાએ જોર પકડતાં ભુપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠકમાં પણ નીતિન પટેલને સ્થાન ન મળે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

ગાંધીનગરથી પાર્થ જાનીનો વિશેષ અહેવાલ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.