ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માહિતી પ્રમાણે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં(Gram Panchayat Election 2022) અન્ય પછાત વર્ગ પ્રતિનિધિત્વ મળે તે હેતુસરના સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબની કાર્યવાહી માટે એક સ્વતંત્ર પંચની રચના કરવામાં આવી છે. આ પંચના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે એસ ઝવેરી રહેશે. આ સ્વતંત્ર પંચ સ્થાનિક સ્વરાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલા આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને તેમજ તેની રાજનીતિક સ્થિતિ અનુસાર આંકડા એક જ કરીને તેનું વિશ્લેષણ કરીને સંપૂર્ણ અને કાળજીપૂર્વકનો અભ્યાસ કરવા માટે રચવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સ્વતંત્ર પંચની ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થા મુજબ લોકલ બોડીવાઈઝ અનામત પ્રમાણને નક્કી કરવાનો સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપેલો છે.
10 ટકા અનામતનો નિર્ણય - વર્ષ 2021ના અંતમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી રિઝર્વેશનના અમલીકરણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી પિટિશનમાં સુપ્રીમ કોર્ટે 19 જાન્યુઆરી 2022 ના દિવસે દેશના તમામ રાજ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી રિઝલ્ટ પ્રમાણ બેઠકનો પ્રકાર અને રોટેશન સંદર્ભે નવેસરથી એક કમિશન રચીને વસ્તીને આધારે માપદંડો નિયત કરવાના આદેશ કર્યા હતા. જોકે તેના છ મહિના જેવો સમય વીત્યો હોવા છતાં પણ રાજ્ય સરકારે કોઈ પ્રકારની કાર્યવાહી કરી નથી અને છેવટે રાજ્ય ચૂંટણી આયોગ 10 ટકા ઓબીસી રહેલી મહિલા અનામત સહિતની તમામ બેઠકોને સામાન્ય બેઠક તરીકે વર્ગીકૃત કરીને ચૂંટણીનું જાહેરનામુક્ત સિદ્ધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી - રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની વાત કરવામાં આવે તો જુલાઈ 2022 સુધી જ્યાં મુદત પૂર્ણ થઈ રહી છે. અથવા તો પ્રસંગોપાત બેઠકો ખાલી પડી છે તેવી 3252 ગ્રામ પંચાયતોમાં ઓબીસી અનામત વગર જ ચૂંટણી યોજાશે. આ નિર્ણય અલ્પકાલીન છે કે લાંબા સમયનો છે તે અંગે પણ હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી. જોકે આ નિર્ણયથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામત બેઠકો ને કોઈ જ અસર થશે નહીં ઉલ્લેખનીએ છે કે, આયોગે અગાઉ ચૂંટણીઓ માટે આગામી સાત જુલાઈ સુધીમાં મતદારયાદીને આખરી કરવા માટે પણ કલેકટરોને આદેશ આપ્યા છે.