- કારોબારીની બેઠકમાં જિલ્લા પ્રમુખે કૃષિ કાયદા પરત ખેંચવા અંગે આપ્યું નિવેદન
- આગામી દિવસમાં કોંગ્રેસના કાર્યક્રમો અંગે કારોબારી બેઠક યોજાય
- 31 માર્ચ સુધી સભ્ય નોંધણી ઝૂંબેશ કરવામાં આવશે
ગાંધીનગર: આગામી દિવસના કોંગ્રેસના વિવિધ કાર્યક્રમો અંગે સેક્ટર 22 ખાતે કારોબારી બેઠક યોજવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાઓ પરત ખેંચવા અંગે જાહેરાત કરી છે, તેને લઈને પણ કોંગ્રેસે શંકા સેવી છે. ખાસ કરીને આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્યો અને કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમણે આજના સંદર્ભે જનજાગરણ અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમોને લઈને ચર્ચા કરી હતી. જોકે આગામી સમયમાં 2022ની ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે જિલ્લા સ્તરે આ પ્રકારની બેઠકોમાં ચર્ચાઓનો દોર (congress meeting on krishi law repeal) પણ શરૂ થઇ ગયો છે.
વડાપ્રધાને સંસદની બહાર આ જાહેરાત કરી
ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, કૃષિ કાયદા (3 agriculture law ) પરત ખેંચવા અંગે દેશના તમામ આગેવાનોએ મોટાભાગની રાજકીય પાર્ટી, ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આજે દુર્ભાગ્યવશ વડાપ્રધાને જે જાહેરાત કરી તેમાં પણ અમને શંકા છે વડાપ્રધાને વિશેષ સત્ર બોલાવવું જોઇએ અને આ સત્રની અંદર જાહેરાત કરવી જોઈએ. જોકે તેમને સંસદની બહાર આ જાહેરાત કરી છે. આજના સંદર્ભે અમે સમર્થન આપીએ છીએ અને ફટાકડા ફોડીને કિસાનોને અભિનંદન આપી ઉજવણી કરીશું.
કોંગ્રેસ આગામી સમયમાં જનજાગરણ અભિયાન કરશે
આજે ઇન્દિરાજીની 104 મી જન્મ જયંતી છે, ત્યારે તેમને કોંગ્રેસ દ્વારા સ્મરણાંજલિ આપવામાં આવી હતી અને વિશેષ કાર્યક્રમનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ આગામી સમયમાં જનજાગરણ અભિયાન કરશે તેમજ સભ્ય નોંધણી ઝૂંબેશ પર આજની કારોબારીમાં મુખ્યત્વે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 1 નવેમ્બરથી 31 માર્ચ 2022 સુધી સભ્ય નોંધણી ઝૂંબેશ કરવામાં આવશે.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેચ્યાં
આ પણ વાંચો: RAKESH TIKAIT EXCLUSIVE INTERVIEW: ખેડૂતોનું આંદોલન તરત પાછું નહીં ખેંચાય
આ પણ વાંચો: repeal farm law: જાણો શું છે કૃષિ કાયદાઓ, જેના પર સરકાર અને ખેડૂતો હતા આમને-સામને