ETV Bharat / city

પક્ષ દ્વારા જે જવાબદારી સોંપવામાં આવશે તે નિભાવવા માટે અમે તૈયાર છીએ : ગણપત વસાવા - Cabinet swearing-in ceremony postponed

પ્રધાનમંડળને લઈને આજે સવારથી જ સી.આર પાટીલના ઘરે બંધબારણે ગણપત વસાવા સહિતના પ્રધાન અને ધારાસભ્યોની બેઠક શરૂ કરાઈ હતી. પરંતુ આજે પ્રધાનમંડળના નવા નામોનો કોઈ નિષ્કર્ષ નીકળ્યો ન હતો અને 16 તારીખ પર શપથ સમારોહ છોડવામાં આવ્યો છે. ગણપત વસાવાએ છેલ્લે મીડિયા બાઇટમાં કહ્યું કે, અમે પાર્ટીના સૈનિકો છીએ જે જવાબદારી સોંપશે તે નિભાવીશું.

પક્ષ દ્વારા જે જવાબદારી સોંપવામાં આવશે તે નિભાવવા માટે અમે તૈયાર છીએ : ગણપત વસાવા

author img

By

Published : Sep 15, 2021, 6:23 PM IST

  • પ્રધાનોમાં નારાજગી જોવા મળતા નિર્ણય કાલ પર છોડયો
  • શપથ સમારોહ રદ થતા ધારાસભ્યો પરત રવાના થયા
  • પાટીલના ઘરે સવારે 9થી 3 વાગ્યા સુધી બેઠકનો દોર ચાલ્યો
  • ગણપત વસાવાએ પાટીલની મુલાકાત બાદ આપ્યું નિવેદન

ગાંધીનગર : ગાંધીનગર ખાતે નવા પ્રધાનમંડળને લઈને આજે સવારથી જ બેઠકોનો દોર યથાવત રહ્યો હતો. આ મામલે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવાસસ્થાને ધારાસભ્યોનો બેઠકોનો દોર સવારે 9 વાગ્યાથી શરૂ થયો હતો. આજે પ્રધાનોના શપથ યોજવાના હતાં, પરંતુ શપથ સમારોહ રદ થતા ધારાસભ્યો પરત રવાના થયા હતા અને પ્રધાનમંડળનું આ સસ્પેન્સ કાલ ઉપર છોડવામાં આવ્યું છે.

જવાબદારી સોંપાશે તે સ્વીકારીશું
જવાબદારી સોંપાશે તે સ્વીકારીશું
ગણપત વસાવાએ અન્ય ધારાસભ્યો સાથે પાટીલના ઘરે બંધબારણે બેઠક કરીરૂપાણી સરકારમાં પ્રધાન રહેલા ગણપત વસાવાએ સી.આર.પાટીલ સાથે બંધબારણે બેઠક કર્યા બાદ જણાવ્યું હતું કે, જૂના અને સિનિયર પ્રધાનઓના પત્તાં કપાય તેવી શકયતા છે આ વાતના જવાબમાં ગણપત વસાવાએ કહ્યું કે, પક્ષ દ્વારા જે જવાબદારી સોંપવામાં આવશે તે નિભાવવા માટે અમે તૈયાર છીએ. ગણપત વસાવા વધુમાં કહ્યું કે, પ્રધાનમંડળના પ્રધાનઓને જવાબદારી હજુ સુધી અપાઈ નથી પરંતુ જવાબદારી સોંપાશે તે સ્વીકારીશું.
પાટીલના ઘરે બંધબારણે ગણપત વસાવા સહિતના પ્રધાન અને ધારાસભ્યોની બેઠક
શું જૂના પ્રધાનોને પડતા મૂકવાની વાતને કારણે શપથ સમારોહ કાલ પર છોડાયો?જૂના પ્રધાનોને પડતા મૂકવાની વાત હતી આ વાતથી ક્યાંકને ક્યાંક નારાજગી હોવાથી આ નિર્ણય કાલ પર છોડવામાં આવ્યો હોવાની વાત સૂત્રો દ્વારા જાણવા મળી હતી. ગાંધીનગર રાજભવન ખાતે યોજાનાર શપથ ગ્રહણ સમારોહ અચાનક જ મુલતવી રખાતાં સમારોહના 15 તારીખના લાગેલા પોસ્ટર ફાડી નાખવામાં આવ્યાં હતાં. તો બીજી તરફ સીએમઓના ઓફિશિયલ ટ્વીટર પર રાજ્યના નવા પ્રધાનમંડળના શપથ આવતીકાલે 1:30 વાગ્યે યોજાશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી.આ પણ વાંચોઃ આજે 4:20 કલાકે યોજાનારી શપથવિધિ એક કલાક પહેલા જ રદ્દ કરાઈ, અનેક પૂર્વ પ્રધાનો નારાજ હોવાની ચર્ચા

આ પણ વાંચોઃ ગુજરાતના પ્રશ્નોનું સોલ્યુશન કરી શકે તેવા મંત્રીઓ બનાવજો રબર સ્ટેમ્પ નહીં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.