ETV Bharat / city

રાજ્યમાં પાણીની અછત: પીવાના પાણીનો સ્ટોક કરી ખેતી બચાવ માટે પાણી છોડવામાં આવશે - વિજય રૂપાણી

રાજયમાં ચાલુ વર્ષે વરસાદ ઓછો પડતા રાજ્ય સરકાર અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતોના ઊભા પાકને બચાવવા પાણી મળી રહે તેવા અભિગમથી રાજ્યના જળાશયો-ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે.

વિજય રૂપાણી
વિજય રૂપાણી
author img

By

Published : Aug 10, 2021, 10:42 PM IST

Updated : Aug 10, 2021, 11:01 PM IST

  • રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદની ઘટ
  • ખેડૂતોના ઉભા પાકને બચાવવા સરકારનો નિર્ણય
  • 5 લાખ હેકટર જમીનને મળશે સિંચાઇનો લાભ

ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જળસંપત્તિ વિભાગને આદેશો આપ્યા છે કે, રાજ્યના જળાશયોમાં આગામી 30 સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને બાકી રહેતો પાણીનો જથ્થો ધરતીપુત્રોના ઊભા પાકને બચાવવા સિંચાઇ માટે તાત્કાલિક અસરથી છોડવામાં આવે છે. 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખ્યા બાદ ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાશે. તેનો લાભ સમગ્રતયા રાજ્યના 5 લાખ હેકટર જમીન વિસ્તારને મળતો થશે.

સૌરાષ્ટ્રમાં પાણીની અછત

સૌરાષ્ટ્ર વિસ્તારના 141 ડેમ પૈકી 88 જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી અપાતા સૌરાષ્ટ્ર વિસ્તારની 60 હજાર હેકટર જમીનને તેમજ ઉત્તર ગુજરાતમાં ધરોઇ ડેમનું પાણી 15 હજાર હેકટરને સિંચાઇ માટે મળતું થવાનું છે, એટલું જ નહિ, મધ્ય ગુજરાતના કડાણા જળાશયમાંથી મહિ કમાન્ડને 6 હજાર કયુસેક પાણી સિંચાઇ માટે પૂરૂં પાડવામાં આવશે. આ ઉપરાંત પાનમ સહિતના 11 જળાશયોમાંથી 2 લાખ 1 હજાર હેકટરને સિંચાઇ માટે પાણી અપાશે. દક્ષિણ ગુજરાત વિસ્તારના 6 જળાશયોમાંથી આપવામાં આવનારા પાણીથી આ વિસ્તારની 1 લાખ 90 હજાર હેકટર જમીનને સિંચાઇ સવલતનો ફાયદો થશે.

આ પણ વાંચો- સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચતા પાણીની અછત

પીવાના પાણીનો કરાશે સંગ્રહ

વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં તેમણે રાજ્યના જળાશયોમાં 30 સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો આરક્ષિત રાખી બાકી રહેતો પાણીનો જથ્થો ખેડૂતોને સિંચાઇ માટે આપવાનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે. જ્યારે રાજ્યના નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ ડેમમાં ફક્ત 30થી 35 ટકા જ પાણી છે. જ્યારે નમર્દા ડેમમાં પણ મર્યાદિત પાણી હોવાની જાણ નીતિન પટેલે કરી હતી.

Last Updated : Aug 10, 2021, 11:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.