અમદાવાદઃ વેસ્ટર્ન રેલવેેએ મુસાફરોને અદભુત અનુભવ આપવાના ઉદ્દેશ્યથી 11 એપ્રિલ, 2022થી અસ્થાયી ધોરણે ટ્રેન નંબર 12009/10 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ શતાબ્દી એક્સપ્રેસમાં (Gandhinagar Mumbai Central Shatabdi Express) એક વિસ્ટાડોમ કોચ (Vistadom Coach in Shatabdi Express)ઉમેર્યો છે.
વિસ્ટાડોમ કોચની વિશેષતાઓ -ટ્રેન નંબર 12009/10-મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ શતાબ્દી એક્સપ્રેસને 11 એપ્રિલ, 2022 થી 10 મે 2022 સુધી અસ્થાયી રૂપે એક વિસ્ટાડોમ કોચ સાથે (Vistadom Coach in Shatabdi Express) ફીટ કરવામાં આવી છે. વિસ્ટાડોમ કોચમાં મોટી રંગીન કાચની બારીઓ, રંગીન કાચની છત, 180 ડીગ્રી ફરતી બેઠકો અને ઓબ્ઝર્વેશન લાઉન્જ હોય છે. જેથી પ્રવાસીઓે બહારના સુંદર દૃશ્યોનો આનંદ માણી શકે છે. વિસ્ટાડોમ કોચમાં 44 મુસાફરોની બેઠક ક્ષમતા છે. તેમાં લેપટોપ મૂકવાની પણ (Vistadom coach facilities)વ્યવસ્થા છે.
વડાપ્રધાનનું સ્વપ્ન -ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી કર્યું હતું. તે પ્રસંગે ત્યાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ રેલવે સ્ટેશન (Gandhinagar railway station) વડાપ્રધાનનું સ્વપ્ન છે. તેને વધુમાં વધુ સુવિધાયુક્ત બનાવવા રેલવે (Western Railway) પ્રયત્ન કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ જનશતાબ્દી એક્સપ્રેસના વિસ્ટાડોમ કોચમાં હવે અમદાવાદથી કેવડીયાનો પ્રવાસ વધુ આનંદદાયક
તે જ ઉપલક્ષમાં ગાંધીનગર-મુંબઇ શતાબ્દી એક્સપ્રેસમાં (Vistadom Coach in Shatabdi Express) પણ કેવડિયા જતી ટ્રેનની જેમ વિસ્ટાડોમ કોચ ઉમેરવામાં આવ્યો છે.