ગાંધીનગર : ઉલ્લેખનીય છે કે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલ સચિવાલયમાં સોમવાર, મંગળવાર અને બુધવારે હજારોની સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે, સચિવાલયમાં વાહનો માટે પાર્કિંગ કરવાની જગ્યા નથી હોતી, પરંતુ લોકડાઉનને કારણે સચિવાલયમાં હવે જગ્યા જ જગ્યા દેખાઈ રહી છે. કોઈ પણ વ્યક્તિ ફરકતું નથી, જ્યારે સચિવાલયમાં વર્તમાન સમયમાં ફક્ત સલામતી શાખા ના જવાનો અને લોકડાઉનમાં ઉપયોગી એવી મહત્વના ઓફીસ સ્ટાફ જ ગણતરીમાં જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકર દ્વારા તમામ પ્રધાનોને જનતાની સેવા કરવા અને કોરોનામાં મદદ કરવા માટે તમામ પ્રધાનોને મત વિસ્તારમાં જવાનું સૂચના આપી દીધી છે. ત્યારે સચિવાલય સાથે મંત્રીનિવાસ સ્થાન પણ ખાલી ખાલી જોવા મળી રહ્યું છે. ઉપરાંત સીએમ વિજય રૂપાણીએ પણ હોમ કોરોન્ટાઈલ થઈને વર્ક ફ્રોમ હોમની થીમ પર કામ કરીને ઘરેથી જ સમગ્ર રાજ્ય પર નજર રાખી રહ્યા છે.