- 488નું મહેકમ, જેની સામે 278 જગ્યાઓ ખાલી
- હાલમાં માત્ર 210 જગ્યાઓ ભરેલી છે
- વર્ગમાં 534 મંજૂર મહેકમ, 296 જગ્યા ભરાશે
ગાંધીનગર: રાજ્યની સરકારી ઇજનેરી કોલેજોમાં વર્ગ 3માં 534 મંજૂર મહેકમમાં 278 જગ્યા ખાલી છે. વિધાનસભા પ્રશ્નોતરીકાળમાં આ વાત સામે આવી હતી. કયા વર્ગમાં કેટલી જગ્યા ખાલી છે અને કેટલી ભરવામાં આવશે તેના વિશે શિક્ષણપ્રધાને માહિતી આપતા જણાવ્યું હતું કે, જે મહેકમ વર્ગ પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે. તેમાં ભરતી પ્રક્રિયા આગામી સમયમાં ભરવામાં આવશે. જેમાં કેટલીક ભરતી પ્રક્રિયાનું કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: લવ જેહાદ બિલ વિધાનસભા ગૃહમાં અંતિમ દિવસે રજૂ કરાશે
વર્ગ 1માં 296 ખાલી જગ્યાઓ ભરવાનું કાર્ય શરૂ
રાજ્યની 16 સરકારી ઇજનેરી કોલેજમાં વર્ગ 3નું 488નું મહેકમ મંજૂર થયેલું છે. જેમાં 210 જગ્યાઓ ભરેલી અને 278 જગ્યાઓ ખાલી છે. એ જ પ્રમાણે વર્ગ 1માં 534 મંજૂર મહેકમમાં 238 જગ્યાઓ ભરાયેલી છે. તેમજ 296 ખાલી જગ્યાઓ ગૌણ સેવા પસંદગી મંડળ સહિત નિયત માધ્યમથી ભરતી પ્રક્રિયા ચાલું છે. તેવું શિક્ષણપ્રધાને જણાવ્યું હતું.