ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના ખેડૂતોની આવક બમણી થાય તેવી જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 2022માં ખેડૂતોને ખર્ચો ઓછો થાય તેને ધ્યાનમાં લઈને iffco દ્વારા એક ખાસ પ્રકારની ખેતી પદ્ધતિ અપનાવવામાં આવી છે. જેમાં અત્યારે હરિયાણા સરકાર દ્વારા ડ્રોન પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ ડ્રોનની મદદથી ખેતી (Use of Drones In Agriculture In Gujarat ) થાય તે બાબતે ઇફ્કો આવનારા સમયમાં રાજ્ય સરકારને ભલામણ કરશે.
ખેતરમાં યુરિયા નાખવા માટે થશે ડ્રોનનો ઉપયોગ
ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણી (IFFCO Chairman Dilip Sanghani) etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ખેતરમાં યુરિયા ફર્ટિલાઇઝર નાખવા માટે ખાસ ડ્રોન ઉપયોગ કરવામાં આવશે. તેની મદદથી ફક્ત ગણતરીની મિનિટોમાં જ 10 વીઘા જેટલી જમીનમાં દવાનો (Use of Drones In Agriculture In Gujarat ) છંટકાવ સાથે કરી શકાશે અને આની મદદથી ખેડૂતોને જોઈને દેનિક મજૂરોને બધું જ કરવું પડે છે તે પણ ચૂકવવું નહીં પડે અને તેમનો ખર્ચ ઓછો થશે. જ્યારે ચોમાસાની સીઝનમાં પણ ખેડૂતો પોતાના ખેતરમાં આસાનીથી દવાનો છંટકાવ કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Drone Festival in Ahmedabad: 150થી વધુ પ્રકારના ડ્રોન્સ, જાણો ડ્રોન્સની ઉપયોગીતાઓ
સરકાર આપશે સબસિડી
રાજ્ય સરકારે ખેડૂતોને ટ્રેક્ટર માટે સબસિડી આપે છે તેને ધ્યાનમાં લઈને હવે રાજ્ય સરકાર આગામી સમયમાં જો ડ્રોનની ઉપયોગથી ખેતી માટેની સવલત આપશે તો ડ્રોન ખરીદવા બાબતે પણ 90 ટકા જેટલી સબસિડી (Grant for drones )આપી શકે તેવું નિવેદન પણ દિલીપ સંઘાણીએ (IFFCO Chairman Dilip Sanghani) કર્યું હતું. આ ઉપરાંત પ્રતીક ગામ દીઠ એક ઘરની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે 10 ટકા કિંમત જે તે ગ્રામપંચાયત અને 90 ટકાની સબસિડી રાજ્ય સરકાર આપશે.
રાજ્ય સરકાર કરી શકે છે જાહેરાત
દિલીપ સંઘાણીએ (IFFCO Chairman Dilip Sanghani) જણાવ્યું હતું કે અત્યારે સમગ્ર દેશમાં ફક્ત હરિયાણા સરકાર દ્વારા આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ બાબતે ભલામણ (Use of Drones In Agriculture In Gujarat ) કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર જાહેર કરી શકે તેવી પણ સંભાવના છે. આપણા ગુજરાતના ખેડૂતોને આ રીતે ખેતી કરી શકે તે માટે તમામ પ્રકારનું આયોજન પણ કરી લેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ અમદાવાદ-ગાંધીનગર સરગાસણ બ્રિજને જોઈને તમે બોલી ઉઠશો કે વાહ... જૂઓ ડ્રોન વિઝ્યુલ