ગાંધીનગરઃ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે છે. ગૃહપ્રધાને તેમની મુલાકાત દરમિયાન ગાંધીનગરની મુલાકાત લીધી હતી અને અનેક વિકાસના કામોનું લોકાર્પણ પણ કર્યું હતું. આ બાદ તેમણે ગાંધીનગર ખાતેનાં ભાજપના કાર્યકર્તાઓની પણ મુલાકાત લીધી હતી અને તેમની સાથે અનેકો ચર્ચા કરી હતી.
-
CORRECTION | Gujarat: Union Home Minister Amit Shah visited the residence of a party worker in Gandhinagar earlier today. pic.twitter.com/maemajnbb2
— ANI (@ANI) March 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">CORRECTION | Gujarat: Union Home Minister Amit Shah visited the residence of a party worker in Gandhinagar earlier today. pic.twitter.com/maemajnbb2
— ANI (@ANI) March 26, 2022CORRECTION | Gujarat: Union Home Minister Amit Shah visited the residence of a party worker in Gandhinagar earlier today. pic.twitter.com/maemajnbb2
— ANI (@ANI) March 26, 2022
કોલેજ ઓફ ઓડિયોલોજી'નું ઉદ્ઘાટન: ગાંધીનગર ક્ષેત્રના સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 'અન્નક્ષેત્ર' અને નવનિર્મિત 'કોલેજ ઓફ ઓડિયોલોજી'નું ઉદ્ઘાટન કર્યું. જ્યાં એક તરફ અન્નક્ષેત્રથી દર્દીઓના સગાઓને વિનામૂલ્યે ભોજન મળશે તો બીજી તરફ કોલેજથી વિસ્તારના યુવાનોને સારૂ શિક્ષણ મળશે તેમજ જાહેરજનતાને સારી આરોગ્ય સુવિધાનો લાભ મળશે.
સરદારબાગના નવીનીકરણનું ખાતમુહૂર્ત : કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના શુભહસ્તે અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં GMERS મેડિકલ કોલેજ, સોલા ખાતે નવનિર્મિત આહાર કેન્દ્ર તથા ઓડીયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું. કેન્દ્રિય ગૃહપ્રધાન મોટી ભોંયણના કાર્યક્રમ બાદ ભારતમાતા ટાઉન હોલ પહોંચશે. તેમણે કલોલ નગરપાલિકા અંતર્ગત BVM ફાટક પરના ઓવરબ્રિજ અને સરદારબાગના નવીનીકરણનું ખાતમુહૂર્ત કર્યું હતું.
સોલા સિવિલમાં કરાવ્યું લોકાર્પણ - અમિત શાહે આજે સવારે સોલા સિવિલ હોસ્પિટલમાં સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજ અને જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થાનો પ્રારંભ (Amit Shah at Sola Civil Hospital) કરાવ્યો હતો.
કેન્દ્રિય ગૃહપ્રધાને કલોલ નગરપાલિકામાં કર્યું ખાતમુહૂર્ત - કેન્દ્રિય ગૃહપ્રધાન મોટી ભોંયણના કાર્યક્રમ બાદ ભારતમાતા ટાઉન હોલ પહોંચશે. તેમણે કલોલ નગરપાલિકા અંતર્ગત BVM ફાટક પરના ઓવરબ્રિજ અને સરદારબાગના નવીનીકરણનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પણ વાંચો- CRPFના 83માં સ્થાપના દિવસ કાર્યક્રમમાં અમિત શાહે આપી હાજરી
મુખ્યપ્રધાન પણ રહ્યા ઉપસ્થિત - કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.