ETV Bharat / city

નવરાત્રી પર્વમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વતન માણસાની મુલાકાતે, માતાજીની આરતીના કર્યા દર્શન

નવરાત્રી પર્વના પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તેમના વતન માણસાની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે શક્તિ પર્વ નવરાત્રીની ઉજવણી કરી માતાજીની આરતીના દર્શન કર્યા હતા.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ
author img

By

Published : Oct 18, 2020, 1:52 AM IST

  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વતન માણસાની મુલાકાતે
  • પરિવાર સાથે માતાજીની આરતીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
  • અમિત શાહના આગમનને પગલે સુરક્ષા એજન્સી સતર્ક

માણસા/ગાંધીનગર: શનિવારથી નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પ્રથમ નોરતે પોતાના વતન માણસાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અમિત શાહે પરિવાર સાથે માતાજીની આરતી કરી હતી અને આશિર્વાદ મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ પણ પીએમ મોદીની જેમ માતાજી પર અપાર શ્રદ્ધા ધરાવે છે.

નવરાત્રી પર્વમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વતન માણસાની મુલાકાતે, માતાજીની આરતીના કર્યા દર્શન

અમિત શાહના આગમનને પગલે ગૃહ વિભાગમાં સર્જાઈ ચહલ-પહલ

મહત્વનું છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હીથી તેમના વતન માણસા આવ્યા છે. જેને લઈને રાજ્યના ગૃહ વિભાગમાં પણ ચહલ-પહલ સર્જાઈ હતી. સુરક્ષા એજન્સીઓ પણ અમિત શાહના આગમન પહેલાં સતર્ક બની હતી અને મુલાકાતીઓની અવર-જવર પર સંયમ રાખવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.