ETV Bharat / city

ગૃહપ્રધાન અમિત શાહના વતન માણસા પહોંચ્યું કેન્દ્રીય પુરાતન વિભાગ - Amit Shah

કેન્દ્રીય પુરાતન વિભાગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન એવા ઐતિહાસિક નગરી વડનગર બાદ હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના વતન માણસામાં આવેલા વિહાર ગામે કહેવાતી એવી પ્રાચીન જગ્યા પર ઉત્ખનન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Central Archaeological Department
Central Archaeological Department
author img

By

Published : Jan 20, 2021, 6:33 PM IST

  • PM મોદીના વતન વડનગર બાદ ગૃહપ્રધાન અમિત શાહના વતન પહોંચ્યું કેન્દ્રીય પુરાતન વિભાગ
  • વિહારી હનુમાન મંદિર પાસે 4.5 મીટર ઊંચા માટીના ટેકરાનું ખોદકામ શરૂ કરાયું
  • માટીનો ટેકરો ખોદકામ કરવામાં કોઈને સફળતા ન મળી હોવાનું સ્થાનિકોનું અનુમાન

ગાંધીનગર : ભારતની ધરતીમાં અનેક ઇતિહાસ સમાયેલો છે. ત્યારે કેન્દ્રીય પુરાતન વિભાગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન એવા ઐતિહાસિક નગરી વડનગર બાદ હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના વતન માણસામાં આવેલા વિહાર ગામે કહેવાતી એવી પ્રાચીન જગ્યા પર ઉત્ખનન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

PM મોદીના વતન વડનગર બાદ ગૃહપ્રધાન અમિત શાહના વતન પહોંચ્યું કેન્દ્રીય પુરાતન વિભાગ

ઉત્ખનન વિસ્તારમાં પૌરાણિક અવશેષો દટાયેલા હોવાની આશંકા

કેન્દ્રીય ગૃહપ્રધાનની માતૃભૂમિ કહી શકાય એવા ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લામાં આવેલા માણસા તાલુકાના વિહાર ગામે એક વિહારી હનુમાન દાદાનું મંદિર આવેલું છે. જેની બાજુમાં ગામની પડતર જમીન વર્ષોથી બિનઉપયોગી હોઈ અવાવરું પડી રહેલી છે. જોકે, તાજેતરમાં આ જમીન પર કેન્દ્રીય પુરાતન વિભાગની ટીમ દ્વારા એક પ્રાથમિક સર્વે કરી ગામના લોકો પાસેથી માહિતી મેળવતા આ જગ્યા પ્રાચીન હોવાને લઈ ઉત્ખનન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Central Archaeological Department
માટીનો ટેકરો ખોદકામ કરવામાં કોઈને સફળતા ન મળી હોવાનું સ્થાનિકોનું અનુમાન

સ્થાનિકો માટે પણ માટીના ટેકરાનું ખોદકામ રોમાંચક બન્યું

પુરાતન વિભાગના એક સર્વે અનુસાર જગ્યા પરથી 4.5 મીટર ઊંચાઈ જેટલો માટીનો એક નાનો ટેકરો મળી આવ્યો છે. જે ટેકરાની નીચે કોઈ પૌરાણિક અવશેષો હોવાનું એક અનુમાન છે. તો સ્થાનિક લોકોની લોકવાયકા પ્રમાણે ટેકરાની નીચે કોઈ મહેલ કે ધાર્મિક સ્ટ્રક્ચર સહિતના ચોંકાવનારા અવશેષો હોઈ શકે છે, જેને પગલે ટેકરની આસપાસ ચારે બાજુથી ખોદકામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને બાદમાં અંદર કોઈ અવશેષ કે સ્ટ્રક્ચર મળી આવશે, તો આ જગ્યા પર ઊંડાણ પૂર્વક સંશોધન કરવામાં આવશે. આ ટેકરા પર સ્થાનિકોનો એક અંધવિશ્વાસ પણ જોડાયેલો છે કે, ટેકરામાં ખોદકામ કરવા આજ દિન સુધી કોઈ સફળ થયું નથી. ત્યારે સરકારી તંત્ર આ ટેકરાને ખોદશે તો કેટલી સફળતા મળશે. ટેકરાના ખોદકામ પર સૌની નજર મંડાયેલી રહેશે કે, આખરે આટલા વર્ષો બાદ ટેકરામાંથી શું રહસ્ય સામે આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.