ETV Bharat / city

કિશાન સર્વોદય યોજના અંતર્ગત ગામડાઓમાં 24 કલાક વીજળી પૂરી પાડાશે - Solar energy

રાજ્યના 3 લાખ 38 હજાર ખેડૂતોને હાલ દિવસે વીજળી મળી રહી છે. ત્યારે બજેટમાં વધારે 1000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેને લઇને હવે નવા 7000 ગામડાઓને દિવસે વીજળી મળી રહેશે. ગુજરાતના ગામડાંઓ ખેડૂતો વર્ષોથી માંગણી કરતા હતા કે, 24 કલાક દિવસે અને રાત્રે વીજળી આપવામાં આવે, જેને લઇને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

કિશાન સર્વોદય યોજના અંતર્ગત ગામડાઓમાં 24 કલાક વીજળી પૂરી પાડાશે

author img

By

Published : Mar 20, 2021, 8:52 PM IST

  • નવી વીજ લાઈન નાખવામાં આવશે
  • 7000 ગામડાઓને મળશે વીજળી
  • ગુજરાતમાં વર્ષ 2030 સુધીમાં 67 મેગા વોટ વીજળી ઉત્પાદન કરે તેવો લક્ષ્ય

ગાંધીનગરઃ રાજ્યના 7 હજારથી વધુ ગામડાઓને હવે 24 કલાક ઉજળી મળી રહેશે. રાજ્ય સરકાર દ્વારા બજેટમાં 1000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેને લઇને નવી વીજ લાઇનો નાખવામાં આવશે. ગુજરાતના દરેક ગામડા સુધી વીજળી પહોંચાડવામાં આવશે. હાલ 3.38 લાખ ખેડૂતોને વીજળી મળી રહી છે. તો સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, સૌર ઊર્જા અને પવન ઊર્જા પર વધારે ધ્યાન આપવામાં આવે અને તેનાથી વીજ ઉત્પાદન વધારવામાં આવે છે. 3500 કરોડના ખર્ચે કિશાન સર્વોદય યોજના અંતર્ગત રાજ્ય સરકાર બે વર્ષમાં તમામ ગામડાઓમાં 24 કલાક વીજળી પૂરી પાડાશે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા આ યોજના તૈયાર કરવામાં આવી છે. જેમાં નવી વીજ લાઇનો નાખવામાં આવશે અને નવા સબ સ્ટેશનો ઉભા કરવામાં આવશે.

કિશાન સર્વોદય યોજના અંતર્ગત ગામડાઓમાં 24 કલાક વીજળી પૂરી પાડાશે

વીજળીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત બનશે

રાજ્યમાં હાલ સૂર્ય ઉર્જા અને પવન ઉર્જાથી ગુજરાતમાં 12,267 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. જેને 2022 સુધીમાં વીસ હજાર મેગાવોટ સુધી પહોંચાડવામાં આવશે. જેમાંથી વધારીને વર્ષ 2025 સુધીમાં 40 હજાર મેગાવોટ સુધી પહોંચાડવામાં આવશે. વર્ષ 2030 સુધીમાં 67 હજાર મેગાવોટ સુધી પહોંચાડવામાં આવશે. જેનાથી દેશમાં સૌર ઊર્જા અને પવન ઊર્જાથી વીજળીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત બનશે. જેમાં 20 હજાર મેગાવોટ જેટલી વીજળી અન્ય રાજ્યમાં આપવામાં આવશે. ગુજરાત સરકાર હાલમાં 596 લોકો પાસેથી ખાનગી ક્ષેત્રની વીજળીની ખરીદી કરી રહી છે. કોલસાથી વિજળી ઉત્પાદનમાં ખર્ચ મોંઘો પડે છે. જેની સરખામણીએ ખાનગીક્ષેત્ર પાસેથી ખરીદવામાં આવતી વીજળીનો ભાવ ઓછો છે. સરેરાશ 3.8 રૂપિયાના ભાવે સરકાર વીજળી ખરીદે છે.

દેશમાં સૌથી ઓછી બેરાજગારી ગુજરાતમાં 3.4 ટકાઃ સૌરભ પટેલ

ગેસ ઇકોનોમીમાં પણ ગુજરાત પ્રથમ સ્થાને છે. 33 ટકા દેશનો ગેસ ગુજરાતમાં વાપરવામાં આવે છે. સૌથી વધારે પાઈપલાઈન પણ ગુજરાતમાં આવેલી છે. દેશના 28 ટકા સીએનજી સ્ટેશન ગુજરાતમાં આવેલા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.