ETV Bharat / city

2 માસના બાળકનું 2 મહિનામાં 2 વાર અપહરણ, પોલીસે 2 વાર માતાને કર્યું પરત - ગાંધીનગર સમાચાર

અડાલજ પોલીસ વિસ્તારના ઝુંડાલ ગામે બાળકના અપહરણ બાદ પોલીસે 4 દિવસમાં બાળકને શોધી કાઢ્યું હતું. એક જ બાળકનું 2 વાર અપહરણ થયું હતું, આ પહેલા 2 મહિના પહેલા સિવિલથી અપહરણ કરાયું હતું. 2 માસના બાળકનું 2 મહિનામાં 2 વાર અપહરણ થયું અને પોલીસે 2 વાર માતાને પરત કર્યું હતું. રાજસ્થાન ભીમપુર બાસવાડાના રહેવાસી દિનેશ કટારા અને તેની પત્ની સુઘના દિનેશ કટારાની ધરપકડ કરવામાં આવી છે. તેમને સંતાનના હોવાથી આ બાળકનું અપહરણ કર્યું હોવાનું સ્વિકાર્યું હતું. પોલીસે આશરે 550 જેટલા CCTV ચેક કર્યા બાદ રાજસ્થાનના બાસવાડાથી બાળકને શોધી કાઢ્યું હતું.

બાળકના અપહરણ બાદ પોલીસે 4 દિવસમાં બાળકને શોધી કાઢ્યું

author img

By

Published : Jun 9, 2021, 8:29 PM IST

  • પોલીસે અપહરણ થયેલા 2 મહિનાના બાળકને શોધી કાઢ્યું
  • આ પહેલા બાળકનું સિવિલથી અપહરણ થયું હતું
  • બીજીવાર ઝુંડાલ ગામેથી બાળકનું અપહરણ થયું
  • બન્ને અપહરણ કરનાર અલગ અલગ શખ્સો

ગાંધીનગર: ઝુંડાલથી અડાલજ તરફના રોડ ઉપર પોતાના 2 માસના બાળકને લઇ તેની માતા કાગળ વીણવાની મજૂરી કરતી હોવાથી તે સાયકલ લઈને કામ અર્થે ગઈ હતી. આ દરમિયાન, પોતાના બાળકને સાયકલની પાછળના ઝુલામાં મુકી નજીક ખાડામાં કાગળ વીણવા જતા કોઇ અજાણ્યા શખ્સે બાળકનું અપહરણ કર્યું હતું. જે અંગે, અડાલજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

બાળકના અપહરણ બાદ પોલીસે 4 દિવસમાં બાળકને શોધી કાઢ્યું

આ પણ વાંચો: અડાલજ પાસે બે મહિનાને 8 દિવસના બાળકનું થયું અપહરણ

કોઈ ઓળખ ન મળતા પોલીસે 550 જેટલા CCTV ચેક કર્યા

ગાંધીનગર રેન્જ IGP અભય ચુડાસમા, ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ બાળક અપહરણ કરનાર આરોપીઓને શોધી કાઢવા સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તેમજ LCB, SOGના પોલીસ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા સતત 4 દિવસ સુધી દિવસ રાત અડાલજ વિસ્તારના, હાઇ-વે ઉપર આવતા ટોલટેક્ષ, ઉવારસદ, સરગાસણ અને ગાંધીનગર ટાઉન વિસ્તાર, આસપાસના ગામો તથા હાઇવે રોડ ઉપરના આશરે 550 જેટલા CCTV ફુટેજ ચેક કર્યા હતા.

કપડામાં વીટાળેલા બાળક જેવુ જણાતાં પોલીસને થઈ શંકા

PI એચ.પી.ઝાલા તેમની ટીમના ASI હરદેવસિંહ દલપતસિંહ, ASI કેવલસિંહ અનોપસિંહ સહિતની ટીમ ગુનાવાળી જગ્યાથી થોડેક દુર આવેલા એક રેસીડેન્ટ વિસ્તારની સોસાયટીના CCTV ચેક કરતા મોટર સાયકલ ચાલક ઉપર તેઓને શંકા ગઇ પરંતુ જે તે સમયે તે મોટર સાયકલ નંબર સ્પષ્ટ નહોતો દેખાયો જેથી અલગ અલગ મોટર સાયકલના નંબર ટ્રેસ કરી જે તે વિસ્તારના CCTV ચેક કરતાં શંકાસ્પદ મોટર સાયકલ બાબતે અડાલજ ગાંધીનગરના CCTV ચેક કરતાં મોટર સાયકલ ગાંધીનગર સેક્ટર 21 ખાતે જણાયેલા અને તેની ડેકી ઉપર એક કપડામાં વીટાળેલા બાળક જેવુ જણાતાં શંકા પ્રબળ બની હતી.

આ પણ વાંચો: અપહરણ અને પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો

પોલીસે રાજસ્થાન સુધી પહોંચી કપલને પકડ્યા

છેક સુધીના CCTV ચેક કરતા મોટર સાયકલ રાજસ્થાનના બાંસવાડા તરફ જતુ હતું. GJ 27 AR 1658 ના માલીકની તપાસ કરતા માલીક મળી આવતા તેની પુછપરછ દરમિયાન મોટર સાયકલ પોતે દિનેશ રહેવાસી બાંસવાડા રાજસ્થાનને આપેલું હોવાનું જણાવ્યું હતું. આ રીતે પોલીસને આરોપીની ભાળ મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.