- રાજયકક્ષાના પ્રધાન ઈશ્વરસિંહ પટેલ થયા કોરોના સંક્રમિત
- 2 દિવસ પહેલા બાબુ પટેલ થયા સંક્રમિત
- માસ્ક ન પહેર્યુ હોય તો વિધાનસભા અધ્યક્ષ આપે છે ઠપકો
ગાંધીનગર : રાજ્યમાં ચૂંટણી બાદ કોરોના સંક્રમિત વધી રહ્યું છે, ત્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 1 માર્ચથી શરૂ થયું છે. આજદિન સુધીમાં કુલ 2 ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે, એક રાજ્યકક્ષાના પ્રધાન પટેલ અને બીજા ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ પણ કોરોના સંક્રમિત થતા હવે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા માસ્ક પહેર્યા વગરના ધારાસભ્યોને ટકોર કરવાની શરૂઆત કરી છે.
આ પણ વાંચો - વિધાનસભા ગૃહમાં વિવિધ મુદ્દે થઈ ચર્ચા
રાજયકક્ષાના પ્રધાન કોરોના પોઝિટિવ
સોમવારના રોજ વિધાનસભામાં ચર્ચા થઈ રહી હતી કે, રાજ્યકક્ષાના પ્રધાન ઇશ્વરસિંહ પટેલ કોરોના પોઝિટિવ આવતા તેમને વિધાનસભા ગૃહમાં હાજર રહ્યા ન હતા. તેમની ગેરહાજરીમાં જ આ વાત વહેતી થઈ હતી અને સત્તાવાર રીતે રાજ્યકક્ષાના પ્રધાન ઈશ્વરસિંહ પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે, જ્યારે અગાઉ બે દિવસ પહેલા ભાજપના દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે.
આ પણ વાંચો - રાજ્યમાં 2 વર્ષમાં 313 સિંહોના મોત, વિધાનસભામાં સરકારે આપી વિગત
અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી ટકોર
વિધાનસભા ગૃહમાં બે સભ્યો કોરોના પોઝિટિવ આવતા સોમવારે વિધાનસભા ગૃહમાં રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને ગૃહમાં માસ્ક પહેરવાની સૂચના આપી હતી. આ સૂચના આપતાની ગણતરીની મિનિટોમાં ફરીથી મોહનસિંહ રાઠવાએ માસ્ક કાઢી નાખ્યું હતું અને ત્યારબાદ ફરીથી અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મોહનસિંહ રાઠવાને માસ્ક પહેરવાની ટકોર કરી હતી. આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે, મોહનસિંહ રાઠવા તમે માસ્ક પણ પહેરતા નથી અને છિંક પણ ખાઈ રહ્યા છો, તો બહાર પણ બેસી શકો છો, તેવી ટકોર કરી હતી. તો બીજી તરફ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ જણાવ્યું હતું કે, કોરોના ટેસ્ટ કરવી લે જો, જેથી કરીને અન્યોને તકલીફ ન થાય.
આ પણ વાંચો - રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 313 સિંહના થયા છે મોત, વિધાનસભામાં રાજ્ય સરકારે કર્યો ખુલાસો