ગાંધીનગર :ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’ પ્રોજેક્ટના વિસ્તારમાં વસતાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર હંમેશા ચિંતિત છે. ત્યારે કોંગ્રેસે આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઇએ. સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્ય જ્યારે ખભેખભો મિલાવીને કોરોનાની મહામારી સામે જીતવા માટે જંગ લડી રહ્યું છે. ત્યારે મદદરૂપ થવાને બદલે કોંગ્રેસ રાજનીતિ કરે છે તે અત્યંત નિંદનીય છે.
હાઇકોર્ટના ચૂકાદા મુજબ કેવડીયામાં આદિવાસીઓના વિકાસ કામગીરી ચાલી રહી છે: પ્રદીપસિંહ જાડેજા - High Court
સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં આદિવાસીઓ સાથે અન્યાય થઇ રહ્યો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે તેના જવાબમાં રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા જણાવ્યું હતું કે કોંગ્રેસ અત્યારે કેવડીયા મુદ્દે ખોટી રાજનીતિ કરી રહી છે જ્યારે ગુજરાત હાઇકોર્ટના ચૂકાદા મુજબ કેવડિયામાં આદિવાસીઓના વિકાસ માટેની કામગીરી ચાલી રહી છે.