ETV Bharat / city

રાજ્યમાં કુલ 37,507 ઇન્જેક્શનનો ટ્રેડ સપ્લાય, આરોગ્ય વિભાગને મળ્યા 35,000 ઇન્જેક્શન - GANDHINAGAR HEALTH CENTER

રેમડેસીવીરની અછત સર્જાતા બુધવારે એક જ દિવસમાં રાજ્યમાં 37,507 રેમડેસીવીર ઇન્જેક્શન બજારમાં મોકલવામાં આવ્યા છે. જેથી ગુજરાતમાં રેમડેસીવીર ઇન્જેક્શનની તંગી પડશે નહી.

રાજ્યમાં કુલ 37,507 ઇન્જેક્શનનો ટ્રેડ સપ્લાય, આરોગ્ય વિભાગને મળ્યા 35,000 ઇન્જેક્શન

author img

By

Published : Apr 8, 2021, 4:37 PM IST

  • ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શન
  • ઇન્જેક્શનની અછત થતા જથ્થો મંગાવ્યો
  • જુદા જુદા શહેરોમાં પહોંચતા કરાયા ઇન્જેક્શન

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસીવીર ઇન્જેક્શનનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. ગુજરાતમાં રેમડેસીવીર ઇન્જેક્શનની તંગી નહીં પડે. ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. હેમંત કોશિયાએ આ વાત જણાવી હતી. પૂરતા પ્રમાણમાં રેમડેસીવીર ઇન્જેક્શનનો પુરવઠો મળી ગયો છે. જેથી અછત થવાની શક્યતા જ નથી.

આ પણ વાંચોઃ LIVE: રાજ્યમાં રેમડેસીવીર ઇન્જેક્શનનો પુરતો જથ્થો, કોઈએ અફવાથી ડરવાની જરૂર નહીં ફૂડ એન્ડ ડ્રગ્સનીની સ્પષ્ટતા

અમદાવાદમાં 18,000 રેમડેસીવીરનો ટ્રેડ સપ્લાય કરાયો

અમદાવાદમાં એક જ દિવસમાં 18,000થી વધારે રેમડેસીવીર ઇન્જેક્શનનો ટ્રેડ સપ્લાય કરાયો છે. જ્યારે સુરતમાં 6,706, વડોદરામાં 4,151 અને રાજકોટના બજારોમાં 3,878 રેમડેસીવીર ઇન્જેક્શન પહોંચ્યા છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં જરૂરિયાત મુજબનો જથ્થો પહોંચતો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં રેમડેસીવીર ઇંજેક્શનની અછત, ઇંજેક્શનના સ્ટોક સામે માગ વધારે

આરોગ્ય વિભાગને 35,000 ઇન્જેક્શનનો જથ્થો મળ્યો

રેમડેસીવીર ઇન્જેક્શનની ક્યાંય અછત ન વર્તાય તે માટે રાજ્ય સરકાર પરિસ્થિતિની સતત સમીક્ષા કરી રહી છે. આરોગ્ય વિભાગને વધુ 35,000 ઇન્જેક્શનનો જથ્થો મળ્યો છે, જે જરૂરિયાત મુજબ જે તે જિલ્લાઓમાં પહોંચાડવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ ગુજરાતમાં રેમડેસીવીર ઇન્જેક્શનની કોઈ તંગી ન વર્તાય તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે, એમ ડો. હેમંત કોશિયાએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.