- રાંધેજાની ગેસ એજન્સીનો તોડ કરવા જતાં ભાંડો ફૂટ્યો
- ત્રણેય આરોપીના જામીન નામંજૂર થતા જેલમાં ધકેલાયા
- કલેક્ટરે તપાસ કરવા કહ્યું છે તેવું ખોટું બોલી લોકોને ડરાવતા હતા
ગાંધીનગર: ગ્રાહક સુરક્ષાના નામે અને સરકાર તરફથી અમને અરજીઓ તમારા વિરૂદ્ધ આવી રહી છે, તેવું કહી ગાંધીનગરમાં અલગ-અલગ જગ્યાએ લોકોને ગ્રાહક સુરક્ષા અધિકારી કહી પૈસા પડાવતા હતા. ફેબ્રુઆરીમાં 4 આરોપ પૈકી બાબુલાલ પરમાર, જાગૃતિ પટેલ અને હિતેશ પટેલ પેથાપુરમાં આવેલી ઇન્ડિયન ગેસ એજન્સીમાં ગયા હતા.
આ પણ વાંચો- ડાકોરમાં વીમા પોલીસી પાકી હોવાનું જણાવીને નિવૃત્ત શિક્ષક સાથે રૂપિયા 32 લાખની છેતરપિંડી
એસીબીના ડિરેક્ટર કેશવકુમારને વિરલ સોલંકીએ આખી ઘટના જણાવી
ગેસ એજન્સીમાં જઇ તેમણે વિરલ સોલંકી અને આ ગેસ એજન્સીના ડિસ્ટ્રીબ્યુટર અને વિરલ સોલંકીના બહેન સોનલ સોલંકીને કહ્યું, તમારા નામની 200 અરજીઓ આવી છે અને કલેક્ટરે તમારા વિરુદ્ધ તપાસ કરવા કહ્યું છે. જેથી વિરલ સોલંકીને ડાઉટ જતા તેમણે એસીબીના ડિરેક્ટર કેશવકુમારને આખી વાત જણાવી હતી, ત્યારબાદ તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો.
આરોપીઓ ગ્રાહક સુરક્ષાના નામે લોકોને ડરાવતા હતા
આરોપીઓ ગ્રાહક સુરક્ષાના નામે જુદી-જુદી જગ્યાએ જઈ ગ્રાહક સુરક્ષાના અધિકારીઓ છે તેવું કહી તોળ કરતા હતા. તમારા વિરૂદ્ધ અરજીઓ આવી રહી છે તેમ કહી લોકોને દબાવવાના અને ડરાવવાના પ્રયત્ન કરતા હતા. ત્યારબાદ તેમની વિડીયોગ્રાફી પણ કરતા હતા. તેમને ઓફિસમાં બોલાવી મિટિંગ કરી પૈસાનો તોડ કરતા હતા. આ તેમની ઘણા સમયથી મોડસ ઓપેન્ડિટી હતી. જેથી તેમણે ફરિયાદી અને એજન્સી ચલાવતા વિરલ સોલંકીને મીટીંગ માટે બોલાવ્યા હતા.
આરોપીઓને સેન્ટ્રલ જેલના હવાલે કરાયા
વિરલ સોલંકીએ કહ્યું, મને આ ત્રણ આરોપીઓ વિરુદ્ધ શંકા ગઈ તેથી મે તપાસ કરાવી હતી. ત્યારબાદ એસીબી થ્રુ ગૃહ ખાતાએ આ તપાસ SP ગાંધીનગરને સોંપી હતી. પોલીસ દ્વારા આ આરોપીઓને પેથાપુરના એક શોપિંગ સેન્ટરથી પકડી પાડવામાં આવ્યા હતા. જેમણે 45 હજારનો તોડ કર્યો હતો. જે હેતુથી 29 જુલાઈએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાયો હતો. આ ત્રણેય આરોપીઓને ગઈ કાલે સેન્ટ્રલ જેલ મોકલી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો- ભાવનગરમાં સાઇબર ક્રાઇમનો ગુનો નોંધાયો, રૂપિયા 1,55,999 ની છેતરપિંડી કરાઇ
ચાર પૈકીના એક આરોપી હજુ પણ ફરાર
ગ્રાહક સુરક્ષાના નામે તોડ કરતાં ત્રણ આરોપીઓના આગોતરા જામીન ના મંજૂર થયા હતા, જેથી ત્રણેયને જેલમાં ધકેલાયા છે. કુલ ચાર આરોપીઓ પૈકીનો એક આરોપી વિનોદ વિષ્ણુભાઈ પટેલ હજુ પણ ફરાર છે. 15 દિવસથી પણ વધુ સમય થયો હોવાથી, પોલીસ આ આરોપીને પકડવામાં હજુ પણ નિષ્ફળ પુરવાર થઈ છે. ફરાર થઈ ગયેલા આ આરોપીની શોધખોળ ચાલી રહી છે, જેથી તેની શોધખોળ પેથાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે.