- ખાનગી કંપનીઓ દ્વારા ઓક્સિજન કોન્સનન્ટ્રેટરની કરવામાં આવી સહાય
- કોરોના વોરીયર્સને આપવામાં આવી રાહત કીટ
- અમદાવાદ 20 મશીનો પહોંચાડવામાં આવ્યા
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી લહેર એટલી ઘાતક હતી કે લોકોએ ઓક્સિજન માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં ધક્કા ખાવા પડતા હતા તેમ છતાં પણ ઓક્સિજન મળતો ન હતો અને અંતે કોરોના દર્દીનું મૃત્યુ થતું હતું સાથે જ સિવિલ હોસ્પિટલમાં પણ લાંબી લાંબી લાઈનો લાગી હતી. આ સમગ્ર ઘટનાને લઇને રાજભવન ખાતે કોરોના મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કામાં કોરોના વોરીયર્સને રાહત કિટ આપીને તેમનું આત્મબળ વધારવાના પ્રયત્નો કરવામાં આવ્યો હતો. બીજા તબક્કામાં ઓક્સિજનના અભાવથી કોઈ દર્દીનું મૃત્યુ ન થાય તે માટે રાજ ભવન દ્વારા 100 જેટલા ઓક્સિજન કન્સનન્ટ્રેટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કામાં ગુરૂવારે અમદાવાદ સિવિલમાં 20 જેટલા ઓક્સિજન કન્સનન્ટ્રેટર આપવામાં આવ્યા હતા.
ખાનગી કંપનીએ આપ્યા કન્સનન્ટ્રેટર
ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવરાજ આચાર્ય જણાવ્યું હતું કે ખાનગી કંપનીના સીઇઓ સાથે મેં ખાસ ચર્ચા કરીને ઓક્સિજન કન્સનન્ટ્રેટરની માંગ કરી હતી જેમાં ખાનગી કંપનીઓએ 100 જેટલા મશીન આપવા તૈયાર થયા હતા. જેમાં ગુરુવારે 100માંથી 20 જેટલા ઓક્સિજન કન્સનન્ટ્રેટર મળ્યા હતા જે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવશે.
આ પણ વાંચો : આઉટસોર્સિંગ કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી બાકી રહેતો પગાર ચૂકવી આપવા માંગ કરી
ગોડાઉનમાં રાખી ના મુક્તા ઉપયોગ કરો
રાજભવન ખાતે ગરુવારે 20 જેટલા ઓક્સિજન મશીનોના લોકાર્પણ કર્યા બાદ સિવિલ હોસ્પિટલના અધિકારી સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ ચર્ચા કર્મચારીને ટકોર કરી હતી કે આ મશીનને ગોડાઉનમાં રાખી ન મુકતા અને તાત્કાલિક ધોરણે આનો ઉપયોગ કરો.
અન્ય સંસ્થા દ્વારા પણ ઓક્સિજન કોન્સનન્ટ્રેટર મળશે
રાજ્યપાલ દેવરાજ આજે 20 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટરો અમદાવાદ સિવિલ હોસ્પિટલને આપવામાં આવ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં અન્ય ખાનગી સંસ્થાઓ દ્વારા પણ આ ઓક્સિજન મશીન આપવાની તૈયારી દર્શાવી છે ત્યારે અન્ય સંસ્થા દ્વારા પણ ઓક્સિજનના મશીન મળશે જે તાત્કાલિક ધોરણે અન્ય હોસ્પિટલમાં પણ વિતરણ કરવામાં આવશે.