- કરફ્યૂં બાબતે રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત
- 4 મહાનગરોમાં હવે રાત્રીના 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરફ્યૂં
- 14 જાન્યુઆરી સુધી કરફ્યૂં યથાવત
ગાંધીનગર: રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યુ હતું, જેથી રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, રાજકોટ, સુરત અને બરોડામાં રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂં લગાવ્યું હતું, જેના પરિણામે કોરોના વાઈરસના કેસમાં ઘટાડો થયો હતો. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હજું પણ કોરોનાની પરિસ્થિતિ સુધારવા માટે કરફ્યૂં 14 જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. જોકે હવે સમયમાં બદલાવ કર્યો છે. ચાર મહાનગરોમાં પહેલા રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂં રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે 1 જાન્યુઆરીથી રાત્રીના 10:00 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ લગવવાનો નિર્ણય કર્યો છે.
ઉત્તરાયણના તહેવારને લઈ કરફ્યૂં લબાવાયો
ઉત્તરાયણના તહેવારને પણ હવે ગણતરીના દિવસોની વાર છે, ત્યારે ઉત્તરાયણમાં પતંગની ખરીદી માટે લોકો રાત્રીના સમયે બહાર નીકળતા હોય છે અને ખૂબ જ ભારે ભીડ પતંગ બજારમાં જોવા મળતી હોય છે. જો આ વર્ષે પણ આવું થાય તો કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા હતી, જેથી રાજ્ય સરકાર દ્વારા આ અંગે વિચારણા કર્યા બાદ 14 જાન્યુઆરી સુધી કરફ્યૂં લંબાવવામાં આવ્યો છે.
હાઇકોર્ટે પણ સરકારના નિર્ણયને વ્યાજબી ગણાવ્યો
રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યૂં મૂક્યા બાદ કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો હતો. રાજ્ય સરકારે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે લીધેલા પગલાનો હાઇકોર્ટમાં જવાબ પણ રજૂ કર્યો હતો. જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારે જે રાત્રી કરફ્યૂંનો નિર્ણય કર્યો છે તે એકદમ વ્યાજબી હોવાની પણ વાત ગુજરાત હાઈકોર્ટે કરી હતી.
હવે કરફ્યૂં રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી હાઈ પાવર કમિટીની બેઠકમાં 31 ડિસેમ્બરના રોજ કરફ્યૂંની મુદત પૂર્ણ થતી હતી, ત્યારે આ બાબતે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં 1 જાન્યુઆરીથી રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂં યથાવત રાખવામાંનો નિર્ણય કરવામાં આવ્યો હતો, અને આ કરફ્યૂં 14 જાન્યુઆરી સુધી અમલી રહેશે.