- પહેલા દોલારાણા વાસણા, છાલા, બાલવા, પ્રાંતિયામાં થઈ હતી ચોરી
- જુદા-જુદા ગામોમાં ચોરી કરી તસ્કરો પોલીસને હંફાવી રહ્યા છે
- પોલીસને સીસીટીવી હાથ લાગતા તપાસ શરૂ કરી
ગાંધીનગર: છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ જુદા-જુદા ગામોમાં ચોરીની ઘટનાઓ બની રહી છે. તસ્કરો બેખોફ બની ચોરીને અંજામ આપી પોલીસને જાણે પડકાર આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. દોલારાણા વાસણા, છાલા, બાલવા, પ્રાંતિયા બાદ ગઇકાલ રાત્રે એટલે કે શનિવારે માણસા પાસેના માણેકપુર બળીયાનગર ગામમાં ચોરી કરી હતી. જેમાં રોકડ રકમ અને ઘી વગેરેની ચોરી કરી હતી.
આ પણ વાંચોઃ વડોદરાઃ શિયાળાની શરૂઆતમાં તસ્કરો ત્રાટક્યા, 13.5 લાખની લૂંટ
મોડી રાત્રે દૂધ મંડળીના તાળા તોડી તસ્કરો ચોરીને અંજામ આપ્યો હતો
દૂધ મંડળીના તાળા તોડી તેમજ સામે આવેલા બે પાર્લરને નિશાન બનાવી ગામની વચ્ચેથી બેખોફ રીતે ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ માણસા તાલુકાના માણેકપુર બળીયાનગર ગામમાં મોડી રાત્રે દૂધ મંડળીના તાળા તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો.
વારંવાર જિલ્લાના ગામોમાં આ ઘટનાઓ બની રહી
તસ્કરોએ દૂધ મંડળીના તાળા તોડી અંદર રહેલા ઘીના પાઉચ 12 નંગ સાથેનું આખું બોક્સ ઉઠાવી ગયા હતા અને મંડળીની કેટલીક રોકડ ચોરી કરી ગયા છે. જો કે, ત્યાં રકમ વધુ નહોતી પરંતુ વારંવાર જિલ્લાના ગામોમાં આ ઘટનાઓ બની રહી છે. પોલીસ રાત્રિ પેટ્રોલીંગમાં નિષ્ફળ સાબિત થઈ રહી છે.
ચોરીની આ ઘટના પાર્લરના cctvમાં કેદ થઈ જતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી
દૂધ મંડળી ઉપરાંત સામે આવેલા મેલડી પાર્લરમાંથી રોકડ રકમ 12 હજાર તેમજ અન્ય એક ખુશ્બુ પાર્લરના તાળા તોડી તેમાંથી રોકડ રકમ ત્રણ હજાર રૂપિયા મળી કુલ 15 હજારની ચોરી થતા ચકચાર મચી ગયો છે. જો કે, ચોરીની આ ઘટના મેલડી પાર્લરના cctvમાં કેદ થઈ જતાં પોલીસને તસ્કરોનું પગેરું મેળવવા માટે મદદરૂપ થશે.
આ પણ વાંચોઃ બનાસકાંઠાના દિયોદરની દૂધમંડળીમાં રૂ.1.50 લાખની ચોરી
ચોરીની જાણ પોલીસ સ્ટેશનમાં કરાઇ
આ ચોરીની જાણ થતાં માણસા પોલીસ સ્ટેશનમાં જાણ કરી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા ફરીયાદ નોંધી તસ્કરોને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.