ETV Bharat / city

કરફ્યૂગ્રસ્ત વિસ્તારોમાં નિર્ધારિત સમય સિવાય કોઈ છૂટછાટ નહીં: DGP - lockdown in Gujarat

રાજ્યના જે શહેરોમાં કોરોનાને કારણે કરફ્યૂ લાગૂ કરવામાં આવ્યો છે તેવા શહેરો અમદાવાદ, રાજકોટ અને સુરતના જે વિસ્તારોમાં કરફ્યૂ છે ત્યાં નિર્ધારિત સમય સિવાય કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં તેમ DGP શિવાનંદ ઝાએ જણાવ્યું હતું.

DGP
કરર્ફ્યુ ગ્રસ્ત વિસ્તારોમાં નિર્ધારિત સમય સિવાય કોઈ છૂટછાટ નથી : DGP
author img

By

Published : Apr 20, 2020, 8:03 PM IST

ગાંધીનગરઃ રાજ્યના જે શહેરોમાં કોરોનાને કારણે કરફ્યૂ લાગૂ કરવામાં આવ્યો છે તેવા શહેરો અમદાવાદ, રાજકોટ અને સુરતના જે વિસ્તારોમાં કરફ્યૂ છે ત્યાં નિર્ધારિત સમય સિવાય કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં તેમ DGP શિવાનંદ ઝાએ જણાવ્યું હતું.

અમદાવાદ, સુરત અને રાજકોટમાં કરફ્યૂ ભંગના અનુક્રમે 125, 95 અને 45 ગુનાઓ નોંધીને ક્રમવાર 142, 104 અને 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય શહેરોમાં ડ્રોન સર્વેલન્સ, CCTV મારફત પણ છેલ્લા 24 કલાક દરમિયાન ગુનાઓ નોંધવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં CCTV મારફતે 110 ગુનાઓ નોંધીને 208 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

કરફ્યૂગ્રસ્ત વિસ્તારોમાં નિર્ધારિત સમય સિવાય કોઈ છૂટછાટ નહીં: DGP
આંતરરાજ્ય અને આંતરજિલ્લા આવાગમન ઉપર પ્રતિબંધ છે. આ પરિસ્થિતિ વચ્ચે બેંગલુરુથી રાજસ્થાન તરફ જતા મોટરસાઇકલ ઉપરના ત્રણ વ્યક્તિઓને પોલીસે બનાસકાંઠાની અમીરગઢ ચેક પોસ્ટ પાસેથી પકડી પાડ્યા હતા. આ વ્યક્તિઓ મુખ્યમાર્ગને બદલે ગામડાના અંતરિયાળ અને કાચા માર્ગોને પસંદ કરતા-કરતા અહીં સુધી આવી પહોંચ્યા હતા. પોલીસ હવે કાચા અને ગામડાના અંતરિયાળ માર્ગો ઉપર પણ નજર રાખશે અને આ પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા કામગીરી કરશે.

લોકડાઉન પહેલા મહારાષ્ટ્રના ભુસાવળ જઈને આવેલા તબલીગી જમાતના વધુ 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેની સામે ગાંધીનગર પોલીસ દ્વારા જયારે વધુ એક વ્યક્તિ જે યુપીથી પંચમહાલ આવી હતી તેની ગોધરાના બી-ડિવિઝન પોલીસે ધરપકડ કર્યા બાદ તેમને કોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. આ દૃષ્ટિએ તબલીગી જમાતના વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાની પુષ્ટિ કરી હતી.

વિવિધ માધ્યમો દ્વારા જે ગુન્હાઓ ગત રોજથી દાખલ થયા છે. તેમાં ડ્રોનના સર્વેલન્સથી 260 ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 7,011 ગુના દાખલ કરીને 14,841 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 62 ગુના નોંધીને 67 લોકોની અટકાયત કરતાં આજસુધીમાં 1,268 ગુના નોંધી 13,110 લોકોની રાજ્યભરમાંથી અટકાયત કરાઈ છે. સોશ્યિલ મીડીયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે અત્યાર સુધીમાં 370 ગુના દાખલ કરીને 703 આરોપીની અટકાયત કરી છે. વીડિયોગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) મારફત અનુક્રમે 48 અને 219 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત 17 ગુનાઓ મળી આજ સુધીમાં 169 ગુના દાખલ કરાયા છે.

જો જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા જોવા જઈએ તો, 19 એપ્રિલથી આજ સુધીના કુલ 1,986 કિસ્સાઓ, કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271) 870 તથા 371 અન્ય ગુનાઓ(રાયોટીંગ/Disaster Management Actના) અંતર્ગત કુલ 4,064 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે 1,982 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગત રોજ 10,033 વાહનો મુક્ત કરવાની સાથે અત્યાર સુધીમાં કુલ 69,205 વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.