ETV Bharat / city

ગુજરાતમાં બનશે વિશ્વનું પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ, CM રૂપાણીએ આપી લીલી ઝંડી...

ગાંધીનગરઃ દુનિયાના સર્વપ્રથમ CNG ટર્મિનલની ભાવનગર બંદર પર સ્થાપવાની થશે. યુકે સ્થિત ફોરસાઇટ જુથ અને મુંબઇ સ્થિત પદ્મનાભ મફતલાલ ગૃપના સહયોગમાં 1900 કરોડના મૂડીરોકાણથી સી.એન.જી. (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) પોર્ટ ટર્મિનલનું ભાવનગર બંદરે નિર્માણ કરાશે. GIDBના અધ્યક્ષ તરીકે આ દરખાસ્તને ગુજરાત સરકાર અને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર બોર્ડે મંજૂરી આપી છે.

The world's first CNG port terminal will be set up in Gujarat
author img

By

Published : Nov 10, 2019, 4:49 PM IST

વિશ્વના સૌપ્રથમ આ CNG ટર્મિનલની CNGની ક્ષમતા વાર્ષિક 1.5 મિલીયન મેટ્રીક ટનની હશે. આ CNG ટર્મિનલ સ્થાપવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને લંડન સ્થિત ફોરસાઇટ ગૃપ વચ્ચે 2019 વાયબ્રન્ટ ગુજરાત સમીટમા એમ.ઓ.યુ. કરાયા હતા. ત્યારે હાલ ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તક ભાવનગર બંદરનું સંચાલન છે. અને વાર્ષિક 3 મીલીયન મેટ્રીક ટન કાર્ગોનું પરિવહન થાય છે.

ભાવનગર બંદરની ઉત્તરની બાજુએ હાલની બંદરીય સુવિધાઓમાં મોટા ફેરફાર કરવામાં આવશે. જેમાં પોર્ટ બેઝીન માટેની ચેનલ, ડ્રેજીંગ, ઉપરાંત બે લોકગેટ્સ, કિનારા ઉપર CNGના પરિવહન માટેનું આંતર માળખું સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે. કંપની દ્વારા ભાવનગર બંદરે કાર્ગો વહન માટે રો-રો ટર્મિનલ, લિકવીડ ટર્મિનલ અને કન્ટેનર ટર્મિનલ વિકસાવવાનું આયોજન છે. ટર્મિનલ કાર્યાન્વિત થતાં ભાવનગર બંદરની કાર્ગો વહન ક્ષમતા વાર્ષિક 9 મિલીઅન મેટ્રીક ટન થશે. જેમાંથી 6 મિલીઅન આ પ્રોજેકટની હશે.

ગુજરાત સ્થિત પદ્મનાભ મફતલાલ ગુપના બનેલા કોન્સોર્ટિયમ દ્વારા પ્રથમ તબક્કામાં રૂ. 1300 કરોડ અને બીજા તબક્કામાં રૂ. 600 કરોડ મળી સ્વીસ ચેલેન્જ રુટ મારફત કુલ રૂ.1900કરોડનું મૂડી રોકાણ કરશે, રાજય સરકારે મંજૂરી આપી દીધી છે. રાજય સરકારની બુટ નીતિ 1997 અંતર્ગત સ્વીસ ચેલેન્જની પ્રક્રિયા હાથ ધરાયા બાદ GMB અને કંપની વચ્ચે વિગતવાર કન્સેસન એગ્રીમેન્ટ થશે.

ફોરસાઇટ ગૃપ અને પદ્મનાભ મફતલાલ ગૃપ દ્વારા આટર્મિનલ સ્થાપવા માટે જરુરી પૂર્વ અમલવારીના લક્ષ્યો જેવા કે પ્રી-ફીઝીબીલિટી પ્રોજેકટ રીપોર્ટ, સાઇટ સિલેકશન સ્ટડી, ગેસ સપ્લાય એગ્રીમેન્ટ તેમજ CNG વેસલ ડેવલપમેન્ટ સ્ટડી વગેરે પૂર્ણ કરવામાં આવેલ છે.

કેન્દ્ર સરકારની વિદેશી રોકાણની આકર્ષક નીતિના પરિણામ સ્વરુપ આ પ્રોજેકટમાં રુ.500 કરોડનું વિદેશી રોકાણ કરવામાં આવનાર છે

પોર્ટ સુધી બ્રોડગેજ રેલ્વે અને નેશનલ હાઇવે જોડાયેલા છે જેથી હાલ વિકસાવવામાં આવી રહેલા ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (ધોલેરા SIR.)ની સાથોસાથ આ ટર્મિનલનો ફાયદો દેશના ઉત્તર અને પશ્ચિમ છેડાઓના માલ પરિવહનને મળશે. ટર્મિનલ બંદરિય કાર્ગો પરિવહન માટેનું એક નવું સીમા ચિહ્ન બની રહેશે. રાજાશાહી સમયમાં કાર્ગો પરિવહનથી ધમધમતા ભાવનગર બંદરની જાહોજલાલી આ પ્રોજેકટ આવતા પુનરાગમન થશે. અલંગ શિપ બ્રેકીંગ યાર્ડના કારણે સમગ્ર એશિયામાં ખ્યાતિ પ્રાપ્ત ભાવનગર હવે CNG ટર્મિનલના આ સૂચિત પ્રોજેકટથી વિશ્વના નકશા ઉપર અંકિત થશે.

Intro:હેડલાઇન) વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ ટર્મિનલ ગુજરાતમાં બનશે, મુખ્યપ્રધાને આપી મંજૂરી

ગાંધીનગર,

દુનિયાના સર્વપ્રથમ એવા સી.એન.જી. ટર્મિનલની ભાવનગર બંદર પર સ્થાપવાની મંજૂરી આપી છે. યુકે.સ્થિત ફોરસાઇટ જુથ અને મુંબઇ સ્થિત પદમનાભ મફતલાલ ગૃપના સહયોગમાં 1900 કરોડના મૂડીરોકાણથી સી.એન.જી. (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) પોર્ટ ટર્મિનલ ભાવનગર બંદરે નિર્માણ પામશે. જીઆઈડીબીના અધ્યક્ષ તરીકે આ દરખાસ્તને ગુજરાત સરકાર અને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર બોર્ડની મંજૂરી આપી છે. Body:વિશ્વના સૌ પ્રથમ આ સી.એન.જી. ટર્મિનલની સી.એન.જી.ની ક્ષમતા વાર્ષિક 1.5 મિલીઅન મેટ્રીક ટનની હશે. આ સીએનજી ટર્મિનલ સ્થાપવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને લંડન સ્થિત ફોરસાઇટ ગૃપ વચ્ચે 2019 વાયબ્રન્ટ ગુજરાત સમીટમા એમ.ઓ.યુ. કરાયા હતા. ત્યારે હાલ ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તક ભાવનગર બંદરનું સંચાલન છે અને વાર્ષિક 3 મીલીયન મેટ્રીક ટન કાર્ગોનું પરિવહન થાય છે.Conclusion:ભાવનગર બંદરની ઉત્તરની બાજુએ હાલની બંદરિય સુવિધાઓમાં આમૂલ ફેરફાર કરવામાં આવશે જેમાં પોર્ટ બેઝીન માટેની ચેનલ, ડ્રેજીંગ, ઉપરાંત બે લોકગેટસ, કિનારા ઉપર સી.એન.જી.ના પરિવહન માટેનું આંતર માળખું સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે. કંપની દ્વારા ભાવનગર બંદરે કાર્ગો વહન માટે રો-રો ટર્મિનલ, લિકવીડ ટર્મિનલ અને કન્ટેનર ટર્મિનલ વિકસાવવાનું આયોજન છે. ટર્મિનલ કાર્યાન્વિત થતાં ભાવનગર બંદરની કાર્ગો વહન ક્ષમતા વાર્ષિક 9 મિલીઅન મેટ્રીક ટન થશે. જેમાંથી 6 મિલીઅન આ પ્રોજેકટની હશે.

ગુજરાત સ્થિત પદમનાભ મફતલાલ ગુપના બનેલા કોન્સોર્ટિયમ દ્વારા પ્રથમ તબક્કામાં રુ. 1300 કરોડ અને બીજા તબક્કામાં રુ. 600 કરોડ મળી સ્વીસ ચેલેન્જ રુટ મારફત કુલ રુ.1900કરોડનું મૂડી રોકાણ કરશે, રાજય સરકારે મંજૂરી આપી દીધી છે. રાજય સરકારની બુટ નીતિ 1997 અંતર્ગત સ્વીસ ચેલેન્જની પ્રક્રિયા હાથ ધરાયા બાદ જી.એમ.બી. અને કંપની વચ્ચે વિગતવાર કન્સેસન એગ્રીમેન્ટ થશે.

ફોરસાઇટ ગૃપ અને પદમનાભ મફતલાલ ગૃપ દ્વારા આટર્મિનલ સ્થાપવા માટે જરુરી પૂર્વ અમલવારીના લક્ષ્યો જેવા કે પ્રી-ફીઝીબીલિટી પ્રોજેકટ રીપોર્ટ, સાઇટ સિલેકશન સ્ટડી, ગેસ સપ્લાય એગ્રીમેન્ટ તેમજ સી.એન.જી. વેસલ ડેવલપમેન્ટ સ્ટડી વગેરે પૂર્ણ કરવામાં આવેલ છે.
કેન્દ્ર સરકારની વિદેશી રોકાણની આકર્ષક નીતિના પરિણામ સ્વરુપ આ પ્રોજેકટમાં રુ.500 કરોડનું વિદેશી રોકાણ કરવામાં આવનાર છે

પોર્ટ સુધી બ્રોડગેજ રેલ્વે અને નેશનલ હાઇવે જોડાયેલા છે જેથી હાલ વિકસાવવામાં આવી રહેલા ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (ધોલેરા એસ.આઇ.આર.)ની સાથોસાથ આ ટર્મિનલનો ફાયદો દેશના ઉત્તર અને પશ્ચિમ છેડાઓના માલ પરિવહનને મળશે. ટર્મિનલ બંદરિય કાર્ગો પરિવહન માટેનું એક નવું સીમા ચિહ્ન બની રહેશે. રાજાશાહી સમયમાં કાર્ગો પરિવહનથી ધમધમતા ભાવનગર બંદરની જાહોજલાલી આ પ્રોજેકટ આવતા પુનરાગમન થશે. અલંગ શિપ બ્રેકીંગ યાર્ડના કારણે સમગ્ર એશિયામાં ખ્યાતિ પ્રાપ્ત ભાવનગર હવે સી.એન.જી. ટર્મિનલના આ સૂચિત પ્રોજેકટથી વિશ્વના નકશા ઉપર અંકીત થશે.

ફાઈલ ફોટા મુકવા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.