ગાંધીનગર :ગુજરાતમાં જમીન માપણી નવા સર્વેમાં રાજ્ય સરકાર દ્વારા 31 ડિસેમ્બર સુધીની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આપણે તેવી જમીનોમાં પણ અનેક ફરિયાદો સામે આવી રહી છે જેમાં રાજ્યમાં પાંચ જિલ્લામાંથી સૌથી વધુ ફરિયાદો રાજ્ય સરકારને પ્રાપ્ત થઇ રહી છે. આમ, 5 જિલ્લામાંથી સૌથી વધુ પ્રમાણમાં આવતી જમીનની વાંધા અરજીનો નિકાલ કરવામાં તંત્રને અડચણ પડી રહી હોવાનું સામે આવ્યું છે.
જમીન રી-સર્વેમાં 5 જિલ્લાઓ જેવાકે જામનગર - દ્વારકા - બનાસકાંઠા, સાબરકાંઠા - સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વાંધા અરજીઓ આવી રહી છે. જ્યારે 70 ટકા અરજીઓ પારિવારિક જમીનની સમસ્યાઓને લગતી મળે છે. લોકડાઉનને કારણે જમીન સુધારા અરજીનો નિકાલ ન થતાં મહેસૂલ વિભાગે જમીન રીસર્વેની મુદતમાં વધારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.