- રાજ્ય સરકારની મળશે કેબિનેટ બેઠક
- વર્ગ-4 ના કર્મચારીઓ માટે દિવાળી બોનસની થશે જાહેરાત
- દિવાળી બાદ પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની તૈયારી
ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની અધ્યક્ષતામાં આવતીકાલે કેબિનેટ બેઠક (Cabinet Meeting)નું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10:30 વાગે કેબિનેટ બેઠક મળશે જેમાં રાજ્યકક્ષાના કેબિનેટ કક્ષાના પ્રધાનો (Cabinet Level Ministers Of State) સહિત સનદી અધિકારીઓ પણ હાજર રહેશે.
વર્ગ-4 માટે બોનસ બાબતે ચર્ચા
દિવાળીના તહેવારો નજીક છે ત્યારે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા વર્ગ-4ના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરવામાં આવતી હોય છે, જે આ વખતે કેવી રીતે અને કેટલા ટકામાં આપવામાં આવે તેને લઇને આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં અંતિમ નિર્ણય લેવાઈ શકે છે.
દિવાળી બાદ શરૂ થશે શાળાઓ
મહત્વની વાત કરવામાં આવે તો દિવાળી બાદ રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ શરૂ કરવા બાબતની તૈયારી હાથ ધરવામાં આવી છે, ત્યારે કેબિનેટ બેઠકમાં પણ આ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે. છેલ્લી કેબિનેટમાં શાળાઓ શરૂ કરવા બાબતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી તેનો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી ત્યારે કેબિનેટ બેઠકમાં શાળાઓ શરૂ કરવાને લઇને નિર્ણય લેવામાં આવે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.
કૃષિ રાહત પેકેજની જાહેરાત
વરસાદના કારણે થયેલા નુકસાન બાદ થયેલા સર્વેના આધારે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા અને ઊભા પાકને નુકસાન થયું હતું.
આ પણ વાંચો: સુરતના ગોડાદરા માંથી પોલીસે બોગસ ડૉક્ટરની ધરપકડ કરી
આ પણ વાંચો: વડોદરામાં ઇદે મિલાદુન્નબીની ઉજવણીમાં લોકો કોરોના નિયમો ભૂલ્યા