ETV Bharat / city

રાજ્ય સરકારે ડ્રગ્સ ઝડપવા માટે 4 આંકડાના ટોલ ફ્રી નંબર માટે કેન્દ્રીય ગૃહમાં અરજી કરી - Drugs trade

ગુજરાતમાં ડ્રગ્સના વેચાણ અને વ્યસનને ઘટાડવા માટે રાજ્ય તંત્ર મહેનત કરી રહ્યું છે અને 11 આંકડાનો નંબર પણ જાહેર કર્યો છે જેના કારણે કોઈ પણ જાગૃત નાગરીક પોલીસને ડ્રગ્સ વિશે માહિતી આપી શકે પણ આ નંબર ખુબ મોટો હોવાને કારણે રાજ્ય સરકાર દ્વારા ગૃહમંત્રાલાયને 4 આંકડાના નંબરની માગ કરી છે.

drugs
રાજ્ય સરકારે ડ્રગ્સ ઝડપવા માટે 4 આંકડાના ટોલ ફ્રી નંબર માટે કેન્દ્રીય ગૃહમાં અરજી કરી
author img

By

Published : Jul 21, 2021, 2:25 PM IST

  • 100 નંબર ની જેમ હવે ડ્રગ્સ અને માદક દ્રવ્યો માટે પણ આવશે ટોલ ફ્રી નંબર
  • રાજ્ય સરકાર અને ડીજીપી દ્વારા કરાઈ ગૃહ મંત્રાલયમાં અરજી
  • ટુક જ સમયમાં કેન્દ્ર સરકાર ગુજરાત ને આપશે ટોલ ફ્રી નંબર

ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું હોવાના અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે અને CID ક્રાઇમ દ્વારા અને નાર્કોટિક્સ સેલ દ્વારા મોટી માત્રામાં ડ્રગ્સ ચરસ ગાંજો અને અન્ય માદક પદાર્થો સાથે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવે છે. હજુ પણ ગુજરાતમાં કેફીદ્રવ્યો ને કાબુમાં લેવા માટે લોકો સરળતાથી નાર્કોટિક્સ સેલ અને પોલીસને જાણ કરે તે માટે તે માટે રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા ગૃહ મંત્રાલયમાં ચાર આંકડાનો સ્પેશ્યલ ટોલ ફ્રી નંબર માટેની અરજી કરવામાં આવી છે.

અત્યારે 11 આંકડાનો છે નંબર

હાલમાં કોઈ પણ જાગૃત નાગરિક દ્વારા પોલીસને અથવા તો CID ક્રાઇમને માદક દ્રવ્યોની હેરાફેરી માટેની માહિતી આપવી હોય તો 11 નો આંકડા ડાયલ કરવા પડે છે અને ત્યારબાદ સામાન્ય કોલ સેન્ટરની જેમ માહિતી આપવી પડે છે. પોલીસ વિભાગને એવી પણ ફરિયાદ સામે આવી છે કે 11 આંકડાનો નંબર હોવાના કારણે સામાન્ય જનતા તેને યાદ રાખી શકતી નથી જેથી ચાર આંકડાનો નંબર સ્પેશિયલ નાર્કોટિક્સ સેલ માટે તૈયાર કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે ડ્રગ્સ ઝડપવા માટે 4 આંકડાના ટોલ ફ્રી નંબર માટે કેન્દ્રીય ગૃહમાં અરજી કરી

આ પણ વાંચો : ગુજરાતની લેડી પાબ્લો એસ્કોબાર - ડાન્સ બારમાં MDMA વેચવાથી લઈને લોકડાઉનમાં 40 કરોડનો વેપાર, મુંબઈથી કરાઈ ધરપકડ

4 આંકડાનો નંબર સેન્ટ્રલ સિસ્ટમથી કાર્યરત થશે

આ બાબતે IPS અધિકારી સુભાષ ત્રિવેદીએ નાર્કોટિક પહેલા ચાર આંકડાના ખાસ ટોલ ફ્રી નંબર બાબતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારમાં ટોલ ફ્રી નંબરની માગ કરતી અરજી કરવામાં આવી છે, જ્યારે આ ચાર આંકડાનો નંબર ગુજરાતને પ્રાપ્ત થશે ત્યારે એક આખી સેન્ટ્રલ સિસ્ટમ ઊભી કરવામાં આવશે જેમાં કોઈ પણ વ્યક્તિ CID નાર્કોટિક્સ વિભાગ સીધો ફોન કરીને માહિતી આપશે અને માહિતી તાત્કાલિક ધોરણે ગણતરીની સેકન્ડમાં જે તે શહેર પોલીસ કમિશનરની કચેરી અથવા તો જિલ્લા પોલીસ અધિકારીની કચેરી અને એસઓજી તથા જિલ્લા અને શહેર

આ પણ વાંચો: આંતરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ 2021 - રાજકોટ જિલ્લામાં સહિ ઝુંબેશનો પ્રારંભના નાર્કોટિક્સ વિભાગને આ માહિતી આપવામાં આવશે.

જે તે જિલ્લામાં આપેલ માહિતીનું પણ થશે સંચાલન

સુભાષ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા અને પોલીસ કમિશનર વિસ્તારમાં સેન્ટ્રલ સિસ્ટમના આધારે આપેલ માહિતીનું સતત ફોલોઅપ DGP ઓફિસ દ્વારા લેવામાં આવશે જ્યારે આ બાબતે કયા પ્રકારના એક્શન લેવામાં આવ્યા છે, કેટલો મુદ્દામાલ અને કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કેટલા સમયમાં ધરપકડ કરવામાં આવી છે તે તમામ વિગતો ગણતરીના કલાકોમાં જ જે તે પોલીસ કમિશનર ઓફીસ અથવા જીલ્લા પોલીસ વડાએ આપવાની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.