ETV Bharat / city

જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવની મળી પરવાનગી, હવે નવરાત્રીમાં શુ કરશે સરકાર ? - નવરાત્રી

દેશમાં તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે, ત્યારે ગયા વર્ષે કોરોનાના કારણે એક પણ તહેવારની ઉજવણી થઇ ન હતી. આ વર્ષે કોરોનાના કેસ ઓછા થતા સરકાર દ્વારા જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવના તહેવાર માટે મંજૂરી આપવામાં આવી છે, ત્યારે નવરાત્રિમાં પરવાનગી આપવામાં આવશે કે નહિ તે જોવું રહ્યું.

જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવની પરવાનગી મળી

author img

By

Published : Aug 26, 2021, 3:21 PM IST

Updated : Aug 26, 2021, 7:47 PM IST

  • રાજ્ય સરકારે આપી જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવની પરવાનગી
  • હવે મોટો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે નવરાત્રી મુદ્દે
  • મોટા પાર્ટી પ્લોટમાં નહિ યોજવામાં આવે નવરાત્રી

ગાંધીનગર : રાજ્યમાં તહેવારોની સિઝન હવે શરૂ થઈ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવ માટેની મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે હવે મોટો પ્રશ્ન થઇ રહ્યો છે કે, નવરાત્રિમાં ગરબા યોજાશે કે નહીં યોજાય ? ત્યારે રાજ્યના અગ્રણી શહેરોમાં મોટા આયોજકોએ ગરબા નહી યોજવાનો નિર્ણય કર્યો છે, ત્યારે રાજ્ય સરકાર શેરીગરબા માટે પરવાનગી આપે તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે.

જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવની પરવાનગી મળી
જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવની પરવાનગી મળી

આ પણ વાંચો- સરકારના નિયમ પ્રમાણે ફક્ત 2 જ ગાડીઓ રથયાત્રામાં જોડેશે

ગયા વર્ષે સરકારે પરવાનગી આપી ન હતી

ગયા વર્ષની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે જન્માષ્ટમી, ગણેશ મહોત્સવ અને નવરાત્રિની પરવાનગી આપી ન હતી, જ્યારે આ વર્ષે એટલે કે 24 ઓગસ્ટના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ એક વાગ્યાથી અમલી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

મંદિર પરિષદમાં એકસાથે 200 લોકો દર્શન કરી શકે તે માટેની પરવાનગી

ઉપરાંત મંદિર પરિષરમાં એકસાથે 200 લોકો દર્શન કરી શકે તે માટેની પરવાનગી આપી છે અને ગણેશ મહોત્સવમાં પણ ચાર ફૂટથી મોટી રાખવાની પરવાનગી આપવામાં આવી છે. સાથે જ ગણેશ સ્થાપના અને વિસર્જન માટે વધુમાં વધુ લોકોની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે, ત્યારે આ તમામ ઘટનાને જોતા રાજ્ય સરકાર શેરી ગરબાને પણ મંજૂરી આપે તેવું સુત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

શેરી ગરબાને આપવામાં આવશે મંજૂરી

જે રીતે મોટા આયોજકોએ ગરબા નહીં યોજવાની જાહેરાત કરી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે શેરી ગરબાને અમુક નિયંત્રણો સાથે મંજૂરી આપે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. સાથે જ શેરી ગરબામાં કેટલા લોકો હાજર રહી શકશે અને ગરબા રમવા માટેના મેદાન બાબતે પણ ખાસ એસ.ઓ.પી. બહાર પાડવામાં આવશે. જ્યારે ગત વર્ષે સરકારે ગરબાની પરવાનગી આપી જ ન હતી અને ઘરમાં જ પૂજા-અર્ચના કરવાની જાહેરાત કરી હતી.

લોકો ફ્લેટના ધાબે અને રૂમમાં ગરબા રમતા જોવા મળ્યા હતા

ગત વર્ષે રાજ્ય સરકારે નવરાત્રીની પરવાનગી આપી ન હતી, પરંતુ ગુજરાતી ગરબા રમવાના શોખીન હોય છે અને ગમે ત્યારે ગમે તે સમયે ગરબા રમતા જોવા મળે છે, ત્યારે રાજ્ય સરકારે જાહેરમાં ગરબા રમવાની પરવાનગી આપી ન હતી, પરંતુ અમુક ગરબા રસિકો પોતાના ઘરે મોટા રૂમમાં, ફ્લેટના ધાબા પર ગરબા રમતા હોવાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

આ પણ વાંચો- મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, મહત્વના મુદ્દે થશે ચર્ચા

કોર કમિટીમાં લેવામાં આવશે નિર્ણય

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગાઇડલાઇન અને કોરોનામાં તમામ મહત્વના નિર્ણયો કોર કમિટીમાં લેવામાં આવે છે, ત્યારે જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવનો નિર્ણય પણ કોર કમિટીમાં લેવામાં આવ્યો છે. ત્યારે નવરાત્રી બાબતનો નિર્ણય પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળનારી કોર કમિટીની બેઠકમાં લેવામાં આવશે.

Last Updated : Aug 26, 2021, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.