- કૃષિ વિભાગે ઘઉં અને ચણાની ખરીદી બંધ કરી
- 30 એપ્રિલ સુધી ખરીદ પ્રક્રિયા બંધ કરી
- કોરોના સંક્રમણને ધ્યાને રાખી નિર્ણય લેવાયો
ગાંઘીનગરઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વઘી રહ્યુ છે. APMC દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે રાજ્યમાં કૃષિ વિભાગ દ્વારા ઘઉ અને ચણાની ટેકાની ખરીદી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કૃષિ વિભાગ દ્વારા 30 એપ્રીલ સુધી ટેકાના ભાવે ઘઉ અને ચણાની ખરીદી બંધ કરવામાં આવી છે.
રાજ્યમાં દરરોજ 13,000ની આસપાસ પોઝિટિવ કેસ આવી રહ્યા છે સામે
રાજ્યમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ 13,000ની આસપાસ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેથી આ 7 દિવસમાં કોરોનાની સંક્રમણની ચેઇન તુટે તેવી વિચારણાથી રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ટેકાના ભાવે ચણા અને ઘઉની ખરીદી સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચોઃ રાજ્યના ખેડૂતો પાસેથી 16 માર્ચથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી શરૂ કરાશે
30 એપ્રિલ સુધી ખરીદી બંધ
રાજ્ય સરકારે લોકડાઉન જાહેર કર્યુ નથી, પરંતુ સ્થાનિક લેવલે પોતાની રીતે જ એસોશિયેશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવી રહ્યુ છે. કેટલીક APMC દ્વારા પણ 30 એપ્રીલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું છે. ખેડૂતોને ગ્રામ્ય વિસ્તારથી જે તે APMC સુધી ધક્કા ખાવા ના પડે તે માટે આગામી 7 દિવસ સુધી ટેકાના ભાવે ઘઉ અને ચણાની ખરીદી બંધ કરવામાં આવી છે, એટલે કે 30 એપ્રીલ ટેકાના ભાવે ઘઉ અને ચણાની ખરીદીને સ્થગિત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ કોરોના સંક્રમણને કારણે જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાઈ બંધ
જેટલા દિવસ બંધ હશે તેટલો સમય ઉમેરવામાં આવશે
રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ટેકાના ભાવે ઘઉ અને ચણાની ખરીદી 30 એપ્રિલ સુધી સ્થગિત રાખવામાં આવી છે, ત્યારે જો કદાચ રાજ્યમાં સંક્રમણ વધે તો ટેકાના ભાવે ખરીદી માટે હજુ પણ ખેડૂતોને રાહ જોવી પડશે. પરંતુ જેટલા દિવસ ટેકાની ખરીદી નહી થાય તેટલા દિવસ અંતિમ તબક્કામાં વધારવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે કુલ 90 દિવસ સુધી ખરીદી કરવામાં આવે છે, પરંતુ કોરોનાને સંક્રમણને લઇને રાજ્ય સરકાર દ્વારા 30 એપ્રિલ સુધી ખરીદી નહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તે બાદમાં આટલા દિવસો ઉમેરવામાં પણ આવશે.