ETV Bharat / city

Gandhinagar Election Results: ગાંધીનગર મનપાની મતગણતરી શરૂ - ગાંધીનગર કોર્પોરેશન

આજે 5 ઓક્ટોબરે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી (Gandhinagar Election Results) શરૂ કરવામાં આવી છે. 5 કેન્દ્રો પર હાથ ધરાનારી મતગણતરી માટે સરકારી સ્ટાફ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેમને સાંજ સુધીમાં ટ્રેનિંગ પણ આપવામાં આવશે. કઈ પાર્ટી મેદાન મારશે તેનું રીઝલ્ટ બપોરે 1 કલાક સુધીમાં સ્પષ્ટ થતું જોવા મળશે.

Gandhinagar Election Results: આવતીકાલે 9 amથી મતગણતરી શરૂ થશે, 1pm સુધી રીઝલ્ટ થશે ક્લિયર

author img

By

Published : Oct 4, 2021, 3:09 PM IST

Updated : Oct 5, 2021, 9:04 AM IST

  • સેક્ટર 15 પર આપવામાં આવ્યાં મતગણતરીના કેન્દ્રો
  • મતગણતરીમાં જોડાનાર કર્મચારીઓને અપાશે આજે ટ્રેનિંગ
  • સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ સજ્જડ બંધ

ગાંધીનગરઃ આજે સવારે 9 કલાકથી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી (Gandhinagar Election Results) હાથ ધરવામાં આવી છે. 5 કેન્દ્રો પર મતગણતરી શરૂ કરવામાં આવશે. જે માટે અત્યારથી જ સરકારી સ્ટાફને ગણતરી માટે તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેમને સાંજ સુધીમાં ટ્રેનિંગ પણ આપવામાં આવશે. જેથી 5 કેન્દ્રો પરથી 11 વોર્ડ અને 44 બેઠકોનું પિક્ચર ક્લિયર થઈ જશે. કઈ પાર્ટી મેદાન મારશે તેનું રીઝલ્ટ બપોરે 1 કલાક સુધીમાં જાણવા મળશે.

5 કેન્દ્રો પર હાથ ધરાનારી મતગણતરી માટે સરકારી સ્ટાફ તૈયાર

ત્રિપાંખીયો જંગ હોવાથી રસાકસી

ગાંધીનગર પાટનગરની ચૂંટણી આ વર્ષે ચર્ચાસ્પદ રહી હતી કેમ કે પહેલી વાર આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું પણ ક્ષેત્ર છે ત્યારે સૌ કોઈની નજર ગાંધીનગર મહાનગરપાલિકાના ચૂંટણીના રીઝલ્ટ (Gandhinagar Election Results) પર છે. જોકે ત્રણ ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીનું રીઝલ્ટ આવતીકાલે પાંચ ઓક્ટોબરના રોજ આવશે. સવારે 8:30 કલાકે બેલેટ પેપર ચકાસ્યા બાદ સવારે 9:00 કલાકથી ઇવીએમની મતગણતરી હાથ ધરવામાં આવશે. સેક્ટર 15માં જ 5 કેન્દ્ર પરથી મત ગણતરી શરૂ થશે. જો કે અત્યારે તમામ સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ સીલ કરવામાં આવ્યાં છે.

આ પાંચ કેન્દ્ર પરથી મતગણતરી શરૂ થશે, જેમાં EVMની સંખ્યા અને આ છે તૈયારીઓ

વોર્ડ નંબર 1 અને 2
સ્થળ : ગવર્મેન્ટ સાયન્સ કોલેજ, સેક્ટર 15
EVM : 40થી વધુ
મતગતરીમાં જોડાનાર સ્ટાફ : 70થી 80

વોર્ડ નંબર 3 અને 4
સ્થળ : આઈઆઈટીઇ, સેક્ટર 15
EVM : 48
મતગતરીમાં જોડાનાર સ્ટાફ : 50થી વધુ

વોર્ડ નંબર 5 અને 6
સ્થળ : કોમર્સ કોલેજ, સેક્ટર 15
EVM : 47
મતગતરીમાં જોડાનાર સ્ટાફ : 50થી વધુ

વોર્ડ નંબર 7 અને 8
સ્થળ : સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી, સેક્ટર 15
EVM : 54
મતગતરીમાં જોડાનાર સ્ટાફ : 60

વોર્ડ નંબર 9, 10,અને 11
સ્થળ : સરકારી કોલેજ, સેક્ટર 15
EVM : 93
મતગતરીમાં જોડાનાર સ્ટાફ : 90થી 100

આઈ કાર્ડ બનાવવાની કામગીરી વહેલી સવારથી કરાઈ
સેક્ટર 15માં તમામ મતગણતરીના કેન્દ્રો આપવામાં આવ્યાં છે. તેમાં પણ ખાસ કરીને સેક્ટર 15ની સરકારી કોલેજમાં સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવશે. કઈ રીતે મત ગણતરી કરવી, કેવી રીતે જે એજન્ટ જોડાઈ રહ્યા છે તેમના માટેની શું વ્યવસ્થા છે. તેમના માટે આઈ કાર્ડ તૈયાર કરવાની કામગીરી સવારથી જ શરૂ કરી દેવામાં આવી હતી. કેમ કે આ ચૂંટણીમાં 162 ઉમેદવારો છે ત્યારે એક ઉમેદવારના બે એજન્ટ રહેશે. જેથી ઉમેદવારોના મત ગણતરીના એજન્ટ માટે રજિસ્ટ્રેશન પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. ત્રિપાંખિયા આ જંગમાં કોણ જીતશે અને કોણ હારશે અને કોણ કોણ મત વોર્ડમાં તોડશે તેને લઇને પણ ચર્ચાએ જોર પકડ્યું છે. જેથી કાલે બપોરે 1 કલાક સુધીમાં રીઝલ્ટ પણ ક્લિયર થઈ જશે.

આ પણ વાંચોઃ Gandhinagar Election 2021: મતદાન સમયે બે જૂથો વચ્ચે અથડામણ, ટેન્ટ અને ખુરશીઓ તૂટી

આ પણ વાંચોઃ ગાંધીનગર ચૂંટણી દરમિયાન અત્યાર સુધીમાં 10 જેટલી ફરિયાદો મળતા કલેક્ટર એક્શન મોડમાં

Last Updated : Oct 5, 2021, 9:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.