ETV Bharat / city

રાજ્યસભા ચૂંટણી અને વિધાનસભા સત્ર રદ થવાની શક્યતાઓ - rajysabha election

સમગ્ર દેશમાં કોરોના વાઇરસનો કહેર છે, ત્યારે ગુજરાતમાં આજના દિવસમાં વધુ 11 જેટલા કોરોના વાઇરસના કેસ પોઝિટિવ આવ્યા છે. જેની સાથે જ રાજ્યમાં કુલ 29 પોઝિટિવ કેસ થયા છે. રાજ્ય સરકારે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને કચ્છ જેવા મોટા શહેરોને લોકડાઉન કર્યાં છે, ત્યારે વિધાનસભા સત્ર અને 26 માર્ચે આવનારી રાજ્યસભાની ચૂંટણી રદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જે અંગે સોમવારે સાંજ સુધી નિર્ણય લેવાઇ શકે છે.

ETV BHARAT
રાજ્યસભા ચૂંટણી અને વિધાનસભા સત્ર રદ થવાની શક્યતાઓ
author img

By

Published : Mar 23, 2020, 11:23 AM IST

Updated : Mar 23, 2020, 12:03 PM IST

ગાંધીનગર: સમગ્ર દેશમાં કોરોના વાઇરસનો કહેર છે. ત્યારે ગુજરાતમાં આજના દિવસમાં વધુ 11 જેટલા કોરોના વાઇરસના કેસ પોઝિટિવ આવ્યા છે. જેની સાથે જ રાજ્યમાં કુલ 29 પોઝિટિવ કેસ થયા છે. રાજ્ય સરકારે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને કચ્છ જેવા મોટા શહેરોને લોકડાઉન કર્યાં છે, ત્યારે વિધાનસભા સત્ર અને 26 માર્ચે આવનારી રાજ્યસભાની ચૂંટણી રદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જે અંગે સોમવારે સાંજ સુધી નિર્ણય લેવાઇ શકે છે.

રાજ્ય સભા ચૂંટણી અને વિધાનસભા સત્ર રદ થવાની શક્યતાઓ

મળતી માહિતી મુજબ વિધાનસભા સત્રને રદ કરવા માટે કામકાજ સલાહકાર સમિતિની બેઠક બોલાવવામાં આવશે અને આ બેઠકમાં જ વિધાનસભા સત્રને મદદ કરવાની મંજૂરી લીધા બાદ રાજ્ય સરકાર વિધાનસભાનું સત્ર રદ કરવાની જાહેરાત કરશે. આ ઉપરાંત 26 માર્ચના રોજ રાજ્યસભાની ચૂંટણી પણ યોજાવાની છે, ત્યારે ચૂંટણી રદ કરવા માટે રાજ્ય સરકાર કેન્દ્ર અને લેખિતમાં રજૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ જણાવ્યું હતું કે, રાજ્ય સભાના ચૂંટણી રદ કરવા માટે જે તે જગ્યા ઉપર ચર્ચા વિચારણા થઈ રહી છે.

આમ જે રીતે કોરોના વાઇરસનો કહેર ગુજરાતમાં દિવસેને દિવસે વકરી રહ્યો છે, તેને જોતા સોમવારે સાંજ સુધીમાં વિધાનસભાના સત્ર અંગેનો નિર્ણય કરી લેવામાં આવશે. જ્યારે રાજ્યસભાની ચૂંટણી બાબતે પણ મહત્વનો નિર્ણય કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કરી શકે છે.

Last Updated : Mar 23, 2020, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.