ETV Bharat / city

15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યૂ યથાવત, લગ્ન અને ધાર્મિક પ્રસંગમાં 200 લોકો આપી શકશે હાજરી

રાજ્યમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રાત્રિ કરફ્યૂ અમલમાં મૂક્યો છે. આ કરફ્યૂની અવધિ 31 જાન્યુઆરીના રોજ પૂર્ણ થવાની હોય, ગૃહ વિભાગ દ્વારા શનિવારે ફરીથી સત્તાવાર નોટિફિકેશન જાહેર કરાયું છે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને બરોડા જેવા શહેરોમાં 15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. આ સાથે આ રાત્રિ કરફ્યૂના સમયગાળામાં 1 કલાક ઘટાડો કરવામાં આવ્યો છે.

રાત્રિ કરફ્યૂ
રાત્રિ કરફ્યૂ
author img

By

Published : Jan 30, 2021, 5:43 PM IST

Updated : Jan 30, 2021, 8:23 PM IST

  • ગૃહ વિભાગે જાહેર કર્યું નોટિફિકેશન
  • 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત
  • રાત્રિના 11 કલાકથી 6 કલાક સુધી કરફ્યૂ
  • લગ્ન અને ધાર્મિક પ્રસંગમાં 200 લોકો રહી શકશે હાજર

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રાત્રિ કરફ્યૂ અમલમાં મૂક્યો છે. ત્યારે 31 જાન્યુઆરીના રોજ રાત્રિ કરફ્યૂની અવધિ પૂર્ણ થઇ રહી છે. ત્યારે શનિવારે ફરીથી ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને અમદાવાદ, રાજકોટ, સુરત અને બરોડા જેવા શહેરોમાં 15 ફેબ્રુઆરી સુધી કરફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. રાત્રિના 11 કલાકથી સવારના 6 કલાક સુધી કરફ્યૂનું પાલન કરવું પડશે.

લગ્ન સમારોહમાં 200 લોકો રહી શકશે હાજર

કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે રાજ્ય સરકારે સુધારો કર્યો હતો. પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લગ્ન સમારોહમાં ફક્ત લોકોને જ પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ જે રીતે હવે કોરોના આંકમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લગ્નમાં વધુમાં વધુ 200 વ્યક્તિઓની છૂટ આપવામાં આવી છે. આ સાથે લગ્ન સમારોહ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. સેનિટાઈઝરની પ્રક્રિયા પણ ફરજિયાત રાખવામાં આવી છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી લગ્નના કાર્યક્રમ ફરજિયાત ઓનલાઇન મંજૂરી દેવી પડશે. આ ઉપરાંત મૃત્યુ બાદની અંતિમ ક્રિયામાં મહત્તમ 50 વ્યક્તિઓ જ હાજર રહી શકશે.

15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યૂ યથાવત

હોલ, હોટલ બેકવેટ હોલમાં 50 ટકા ક્ષમતાના વ્યક્તિ રહી શકશે હાજર

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નોટિફિકેશનમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, હોલ હોટલ બેન્ક્વેટ હોલ ઓડિટોરિયમ કોમ્યુનિટી હોલ ટાઉન હોલ, વાડી જેવા બંધ સ્થળોમાં સામાજીક, ધાર્મિક, મનોરંજન કે અન્ય સમારોહ અને કાર્યક્રમ માટે સ્થળની ક્ષમતાના 50 ટકાની મર્યાદા રાખી શકાશે. જ્યારે પાર્ટી પ્લોટ, ખુલ્લા મેદાનો, કોમન પ્લોટ કે અન્ય ખુલ્લા સ્થળોએ મેળાવડા સમારોહ માટે માસ્ક સોશિયલ ડિસ્ટન્સ અને વારંવાર હાથ સેનિટાઈઝ કરવા સહિત SOPનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

Last Updated : Jan 30, 2021, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.