નર્મદા નહેરમાં વારંવાર પડી રહેલા ગામડાને લઈને ગત વિધાનસભા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા અનેક વખત આ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ઉંદરોના કારણે નર્મદા નહેરની પાસે ગાબડા પડી રહ્યા હોવાની સફાઇ આપી હતી. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે બે પગવાળા ઉંદરડા પાડે છે ચાર પગવાળા અંદર ગાબડા પાડે છે, તેઓ પણ સરકારને ટોણો માર્યો હતો. ત્યારે ગાબડા પડવાને લઇને ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવી પડતી હોય છે. તેવા સમયે શુક્રવારે સાંજના સમયે દહેગામ તાલુકાના બહિયલ ગામમાંથી પસાર થતી નર્મદા નહેરમાં મોટું ગાબડું પડ્યું હતું.
બહિયલ પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં ગાબડું પડતાં પાણીનો પ્રવાહ ધીરે-ધીરે પાસે આવેલા ખેતરોમાં જઈ રહ્યો હતો. એક તરફ આકાશમાંથી મેઘરાજા વરસી રહ્યા છે. ત્યારે બીજી તરફ નર્મદા નહેરમાં ગાબડું પડતાં ખેડૂતોને પડતા ઉપર પાટું પડ્યું હોય તેઓ અહેસાસ થઈ રહ્યો હતો. ગાબડા પડવાના કારણે ધસમસતો પ્રવાહ ખેતરોમાં જવાના કારણે ખેતરોનું ધોવાણ પણ થતું હોય છે. ત્યારે સ્થાનિક ખેડૂતોમાં આ બાબતે રોષ પણ જોવા મળતો હતો. આ બનાવની જાણ સ્થાનિક અધિકારીઓને થતા ઘટનાસ્થળે પહોંચવા માટે રવાના થયા હતા.