ETV Bharat / city

કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો હવેથી 12 થી 16 અઠવાડિયાનો - Government of India

ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો રાખવાનું નક્કી કર્યું છે જેની માર્ગદર્શિકા ગરુવારે જાહેર કરી છે.

ravi
કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો હવેથી 12 થી 16 અઠવાડિયાનો
author img

By

Published : May 14, 2021, 11:54 AM IST

  • ગુજરાતમાં પણ વેકસીનેશન રિશેડયુલ કરાશે
  • રસીકરણ કામગીરી 3 દિવસ મોકૂફ રહેશે
  • રાજ્યમાં રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં નથી

ગાંધીનગર : ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા ગુરુવાર જાહેર કરી હતી. આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ આ સંદર્ભમાં જણાવ્યું છે કે, આ માર્ગદર્શિકાને પગલે ગુજરાત રાજ્યમાં પણ વેક્સિનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આરોગ્ય અગ્ર સચિવએ જણાવ્યું છે કે આના પરિણામે સમગ્ર રાજ્યમાં ૪45 થી વધુની વયના લોકો માટેની રસીકરણ કામગીરી આવતીકાલ શુક્રવાર તા.14 મે થી ત્રણ દિવસ માટે મોકૂફ રાખવામાં આવશે.

શુક્રવારથી ત્રણ દિવસ માટે 45થી વધુની વયના લોકોને રસી નહીં અપાય

આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ જણાવ્યું હતું કે આ માર્ગદર્શિકાને પગલે ગુજરાત રાજ્યમાં પણ વેક્સિનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આરોગ્ય અગ્ર સચિવ એ જણાવ્યું છે કે આના પરિણામે સમગ્ર રાજ્યમાં શુક્રવાર તારીખ 14 મે 2021થી ત્રણ દિવસ માટે 45 થી વધુની વયના લોકો માટેની રસીકરણ કામગીરી મોકૂફ રાખવામાં આવશે. રસીકરણ માટે લોકોને ત્રણ દિવસ રાહ જોવી પડશે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર અને કર્ણાટકે રસીની અછતને કારણે 18-44 વય જૂથ માટે અટકાવ્યું રસીકરણ અભિયાન

18 થી 45 વયજૂથમાં એસ.એમ.એસ મળ્યો છે તેવા લોકો માટે જ રસીકરણની કામગીરી

ડૉ. જયંતિ રવીએ જણાવ્યું હતું કે, 45 વર્ષથી વધુ વયના લોકો માટેની રસીકરણ કામગીરી સોમવાર તારીખ 17 મે 2021 થી ભારત સરકારના દિશાનિર્દેશો અનુસાર શરૂ કરવામાં આવશે. જો કે, 18 થી 45 વયજૂથમાં જેમને એપોઈમેન્ટ શેડ્યુલ અપાઈ ગયા છે અને રસીકરણ અંગેનો એસ.એમ.એસ જેમને મળ્યો છે તેવા લોકો માટે જ રસીકરણની કામગીરી આ ત્રણ દિવસો દરમિયાન કરવામાં આવશે. હાલમાં રાજ્યમાં રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.