ETV Bharat / city

હાઇકોર્ટે પરિપત્ર રદ કર્યો, સરકારે હાઈકોર્ટેના આદેશનું સન્માન કર્યું : પ્રદીપસિંહ જાડેજા - એસટી

છેલ્લા ઘણા સમયથી એસસી, એસટી અને ઓબીસી સમાજ તથા તેમના યુવા ઉમેદવારો 1 ઓગસ્ટ 2018ના સરકારના પરિપત્રનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે નામદાર હાઈકોર્ટ દ્વારા 1/8/2018નો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે. જેના પર રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સરકાર હાઈકોર્ટના આદેશનું સન્માન કરે છે.

jadeja
પ્રદીપસિંહ જાડેજા
author img

By

Published : Sep 2, 2020, 10:58 PM IST

ગાંધીનગર: છેલ્લા ઘણા સમયથી એસસી એસટી અને ઓબીસી સમાજ તથા તેમના યુવા ઉમેદવારો 1 ઓગસ્ટ 2018ના સરકારના પરિપત્રનો વિરોધ કરી રહ્યા હતા. ત્યારે નામદાર હાઈકોર્ટ દ્વારા 1-8-2018નો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવેલા પરિપત્રના નિર્ણયને સરકાર સ્વીકારે છે.

મહત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રનો એસસી એસટી અને ઓબીસી સમાજના યુવા ઉમેદવારો દ્વારા ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે અને કોઈ દિવસ અનસન સહિતના વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે હાઇકોર્ટ દ્વારા આ પરિપત્ર રદ થતા રાજ્ય સરકારે પણ પરિપત્રનો રદ થવાનો નિર્ણય સ્વીકાર્યો છે. જ્યારે હવે આવનારા દિવસોમાં રાજ્ય સરકારની વિવિધ જગ્યાઓ પરની ભરતી પરિપત્ર રદ થવાને કારણે જે જગ્યાઓ ખાલી પડી રહી હતી તેને ભરવામાં આવશે.

પ્રદીપસિંહ જાડેજા

સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જીપીએસસીમાં વર્ગ 1 અને 2ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું પરિણામ રિવાઇઝ પણ કરવામાં આવશે. પરિપત્ર રદ કરાયા બાદ રિવાઇઝ પરિણામ પણ રાજ્ય સરકાર જાહેર કરે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હવે જીપીએસસી દ્વારા 103 જેટલા ભરતીના પરિણામો જાહેર કરવામાં આવશે આ તમામ પરિણામો વિવાદાસ્પદ પરિપત્રને કારણે અટકી પડયા હતા.

ઉલ્લેખનીય છે કે, એક ઓગસ્ટ 2018ના પરિપત્રના કારણે જીપીએસસી દ્વારા છેલ્લા છ મહિનાથી એક પણ પરિણામ જાહેર થઇ શક્યું નથી ત્યારે હવે આવનારા દિવસોમાં જાહેર પરિક્ષાના પરિણામો જાહેર થશે આ ઉપરાંત હવે પરિપત્ર રદ થવાના કારણે નવી ભરતી પ્રક્રિયા અંગેની પણ નવું આયોજન થશે.

હાઈકોર્ટના નિર્ણય બાદ રાજ્ય સરકાર દ્વારા 1 ઓગસ્ટ 2018નો પરિપત્ર રદ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં અનામત કક્ષાની જે તે કેટેગરી અનામતની જગ્યા તરીકે આરક્ષિત રહેશે તેવો પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો પણ આરક્ષિત કેટેગરી સામે સ્પર્ધા કરી શકશે નહીં જે જગ્યાઓ હોરિઝોન્ટલ રિઝર્વેશન પૈકી ના હોય તેવા સંજોગોમાં મહિલા અનામત પૈકીની જનરલ કેટેગરીની જગ્યાઓ માટે તમામ કેટેગરીની મહિલાઓ સ્પર્ધા કરી શકશે જે જગ્યાઓ ગુણવત્તાને આધારે ભરવાની રહેશે.

આમ આજે સરકારે 1 ઓગસ્ટ 2018ના પરિપત્ર રદ્દ કરતું અને નવા નિયમ સાથેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.