ETV Bharat / city

Narmada Water : ઘાસચારાના વાવેતર માટે નર્મદાનું પાણી છોડવામાં આવશે : સરકાર - Government Planning on Narmada Water

રાજ્ય સરકારે ઘાસચારાના વાવતેર માટે (Narmada Water for Fodder Cultivation) નર્મદાનું પાણી છોડવાનો નિર્ણય લીધો છે. સાથે સાથે પાણીનો (Narmada Water) બગાડ ન થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા જાહેરાતો પણ કરવામાં આવશે.

Narmada Water : ઘાસચારાના વાવેતર માટે નર્મદાનું પાણી છોડવા આવશે : સરકાર

author img

By

Published : Apr 15, 2022, 8:08 AM IST

ગાંધીનગર : ગુજરાતમાં ઉનાળાના સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણી બાબતે આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કોઈપણ જગ્યાએ ટેન્કર રાજ આવે નહીં તે બાબતે કેબિનેટ બેઠકમાં પણ (Discussion on Narmada Water in Cabinet Meeting) ચર્ચા કરવામાં આવી છે. ત્યારે ફરી સરકાર દ્વારા મહત્વના નિર્ણય કરવામાં આવ્યો છે. કે જેમાં મુંગા પશુઓને ઘાસચારો સમયસર મળતો રહે તે માટે ઘાસચારાના વાવેતર માટે ખેડૂતોને ઉપયોગી એવા નર્મદાનું પાણી છોડવામાં આવશે.

વાવણી ન કરવા અપીલ - સરદાર સરોવર નર્મદા યોજનામાં ચાલુ વર્ષે પાણીની આવક ઓછી હોય ઉનાળુ સિંચાઈ માટે પાણી (Narmada Water for Fodder Cultivation) આપવાનું આયોજન થયેલ ન હતું. આથી નર્મદા આધારિત પાકની કોઈ વાવણી ન કરવા ખેડૂત ભાઈઓને અપીલ કરવામાં આવી હતી. પરંતુ ઉત્તર ગુજરાતમાં મૂંગા પશુઓ માટે પરંપરાગત રીતે ઉનાળામાં ઘાસચારાનું વાવેતર (Fodder Planting in Summer) કરવામાં આવે છે.

આ પણ વાંચો : Narmada Water Resources Gujarat: છેવાડાંના ગામો પાણીથી વંચિત, નર્મદા નદી મુદ્દે ભાજપને ઘેરતી કોંગ્રેસ

શુ કર્યો નિર્ણય - જેને લઈને ઉત્તર ગુજરાતના ખેડૂત મિત્રો તરફથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પશુઓના ઘાસચારાના વાવેતરને જીવતદાન આપવા નર્મદા યોજનાની (Narmada Water) નહેરો મારફતે એક પાણી આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે સી.એમ. પટેલે હકારાત્મક વલણ અપનાવીને 1500 ક્યુસેક પાણી 15 એપ્રિલથી શરૂ કરીને 10 દિવસ સુધી આપવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને (Government Planning on Narmada Water) સૂચના આપેલી છે.

આ પણ વાંચો : Narmada Water For Farmers: કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી 2 મહત્વની જાહેરાત

પાણીનો બગાડ અટકાવવા સરકારનું અભિયાન - ઉનાળાની સિઝનમાં પાણીનો બગાડ થાય નહીં તે માટે રાજ્ય સરકાર દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉનાળાની સીઝન હજી શરૂઆત થઇ છે ત્યારે કચ્છના 21 જેટલા ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેને લઈને પરિસ્થિતિ વિકટ ન થાય તેને ધ્યાનમાં લઈને પણ રાજ્ય સરકારે પાણીને લઈને (Decision to Release Narmada Water) મહત્વના આયોજન કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.