ગાંધીનગર: રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં એક મહત્વનો નિર્ણય(Important decision in cabinet meeting) કરવામાં આવ્યો છે. જેમાં હવે LPG ગેસ સિલિન્ડરના વિતરણ(Distribution of LPG Gas Cylinders) માટેના પરવાનામાંથી રાજ્ય સરકારે મુક્તિ આપી છે. આ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન(Gujarat Government Spokesperson Minister) જીતુ વાઘાણીએ કેબિનેટ બ્રિફિંગમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ તથા મિનિમમ ગવર્મેન્ટ મેકસિમમ ગવર્નન્સની સૂત્ર - જીતુ વાઘાણી વધુમાં જણાવ્યું હતું કે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ(Ease of doing business) તથા મિનિમમ ગવર્મેન્ટ મેકસિમમ ગવર્નન્સની સૂત્રને ધ્યાનમાં લઈને જ વ્યાપક હિતમાં આપવાનો લેવાની જોગવાઈમાંથી મુક્તિ આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જેનાથી રાજ્યના આશરે 1000 જેટલા LPG ડિસ્ટ્રિબ્યુટર્સ અને લાભ મળશે. PM મોદીના કાર્યક્રમની ચર્ચા રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જીતુ વાઘાણી વધુમાં જણાવ્યું હતું કે, આજની કેબિનેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત સમાજ બાબતે ચર્ચા કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં યોજાનારી IPLની ફાઈનલ મેચ જોવા માટે આવશે આ દિગ્ગજ નેતાઓ...
વડાપ્રધાન મોદી જસદણમાં એક મોટી સભા પણ સંબોધશે - જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 તારીખે 10:00 કલાકે જસદણમાં પડશે. ત્યાં જાહેર કાર્યક્રમ કરશે સાથે જ વડાપ્રધાન મોદી જસદણમાં એક મોટી સભા પણ સંબોધશે ત્યારબાદ બપોરે 1:00 કલાકે હેલિકોપ્ટરથી તેઓ ગાંધીનગર આવશે. બપોરે એક વાગ્યાથી ચાર કલાક સુધી રાજભવનમાં રિઝર્વ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ મહાત્મા મંદિરમાં(Mahatma Temple Gandhinagar) સહકારથી સિદ્ધિના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર કલાકથી સાંજના 6 કલાક સુધી હાજર રહેશે.
ગુજરાતમાં નેશનલ સ્કૂલ કોન્ફરન્સનું આયોજન - આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહ પણ હાજર રહેશે. નેશનલ સ્કૂલ કોન્ફરન્સ પણ યોજાશે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મહિને જ ગાંધીનગરમાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રની મુલાકાત કરી છે. હવે ગુજરાતમાં નેશનલ સ્કૂલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. એક જૂન અને બીજું આ બધું જ સ્કૂલ કોન્ફરન્સ યોજાશે ત્યારે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ ગાંધીનગરમાં હાજર રહેશે.
આ પણ વાંચો: 'પૃથ્વીરાજ' ફિલ્મ તેના રિલીઝ પહેલા નિહાળશે અમિત શાહ,જાણો શુ છે કારણ
શિક્ષણ પ્રધાન અને શિક્ષણ સચિવ ડેલિગેટ્સ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે - આ સાથે જ દેશના તમામ રાજ્યોના શિક્ષણ પ્રધાન અને શિક્ષણ સચિવ ગુજરાત આવશે. આમ કુલ 300 જેટલા કેટલીક એ જ ની હાજરીમાં સ્કૂલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ ડેલિગેટ્સ વિદ્યા સમીક્ષા કેન્દ્રની(Delegates Vidya Review Center) મુલાકાત લેશે અને ત્યારબાદ મહાત્મા મંદિરમાં નેશનલ સ્કૂલ ગેમ્સમાં હાજરી આપશે. જ્યારે સમગ્ર દેશમાં શિક્ષણની ગુણવત્તામાં કઈ રીતે સુધારો વધારો કરી શકાય. તે બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે - અમિત શાહ IPL ફાઇનલમાં હાજરી આપશે. રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન(Union Home Minister) અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે ત્યારે 29 તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઇનલ મેચમાં આવે છે ત્યારે આ ફાઇનલ મેચમાં અમિત શાહ પણ હાજરી આપશે.