ETV Bharat / city

વિધાનસભા ગૃહમાં દરિયા કિનારે શિપ બિલ્ડીંગ અંગે સરકારે આપ્યો જવાબ - દહેજ

રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન રાજ્યના દરિયા કિનારે સી બિલ્ડીંગ પાર્ક વિકસાવવા 19 નવેમ્બર 2009ના રોજ બે દરખાસ્તને મંજૂરી આપી હતી ત્યારે હજી સુધી પણ આ શિપ બિલ્ડીંગ પાર્કનું કામકાજ પૂર્ણ થયું નથી. આમાં રાજ્ય સરકારે હાલમાં સી બિલ્ડીંગ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીને ધ્યાનમાં લઈને કામગીરી સ્થગિત રાખવામાં આવ્યું હોવાનું ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં લેખિતમાં જણાવ્યું છે.

વિધાનસભા ગૃહમાં દરિયા કિનારે શિપ બિલ્ડીંગ અંગે સરકારે આપ્યો જવાબ

author img

By

Published : Mar 9, 2021, 3:59 PM IST

  • ગુજરાત વિધાનસભા ગૃહમાં સરકારે ધારાસભ્યોના પ્રશ્નોના આપ્યા જવાબ
  • કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે શિપ બિલ્ડીંગ પાર્ક અંગે પૂછ્યો પ્રશ્ન
  • વર્ષ 2009માં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયું હતું સપનું
  • વર્ષ 2009માં મળી હતી મંજૂરી પણ કામ વર્ષ 2021માં પણ પૂર્ણ નથી થયું
  • આર્થિક મંદીનું કારણ આપી સરકારે શિપ બિલ્ડીંગનું કામ બાકી હોવાનું જણાવ્યું

આ પણ વાંચોઃ રાજ્યના ખેડૂતો પાસેથી 16 માર્ચથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી શરૂ કરાશે

કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે શિપ બિલ્ડીંગ પાર્ક અંગે પૂછ્યો પ્રશ્ન

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું હાલમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે પક્ષ અને વિપક્ષ બંને વચ્ચે ચર્ચા ચાલી રહી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રશ્ન કર્યો હતો કે, રાજ્યના દરિયા કિનારે શિપ બિલ્ડીંગ પાર્ક વિકસાવવા 19 નવેમ્બર 2009ના રોજ બે દરખાસ્તો મંજૂરી આપવામાં આવી હતી ત્યારે આ બિલ્ડીંગ પાર્ક વિકસાવવાની કામગીરી ક્યાં સુધી પૂર્ણ થશે. તો બીજી તરફ તેના જવાબમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આર્થિક મંદીને ધ્યાનમાં લઈને આ શિપ બિલ્ડીંગ પાર્કની કામગીરી સ્થગિત રાખવામાં આવી છે. જોકે, મુખ્યપ્રધાને લેખિતમાં આ જવાબ રજૂ કર્યો હતો.

વર્ષ 2009માં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયું હતું સપનું
અહીં વાંચો સરકારનો લેખિત જવાબ

રાજ્ય સરકારે આ અંગે જવાબ આપતા જણાવ્યું હતું કે, રાજ્યના દહેજ અને જૂના બંદર ભાવનગર ખાતે શિપ બિલ્ડીંગ પાર્ક વિકસાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે, જેમાં બે હયાતી યાર્ડનો સમાવેશ થાય છે અને ત્રણ સૂચિત શિપ યાર્ડ માટે જમીન ફાળવવામાં આવ્યા છે. શિપ બિલ્ડીંગ પાર્કમાં સ્થપાનારા પ્રત્યેક સૂચિત શિપ યાર્ડ માટે કંપનીઓએ પર્યાવરણ અને CRZની મંજૂરી મેળવવાની રહેતી હોવાથી બિલ્ડીંગ પાર્ક વિકસાવવાની કામગીરી તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે. જ્યારે જૂના બંદર ભાવનગર ખાતે વિકસાવવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ હાલમાં જ એક બિલ્ડીંગ ઉદ્યોગમાં આવેલી મંદીને ધ્યાનમાં રાખી હાલ પૂરતી આ કામગીરી સ્થગિત રાખી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં દારૂબંધીમાં છૂટ નહીં આપવામાં આવે : CM રૂપાણી

દહેજ અને જૂના બંદર ભાવનગર ખાતે બની રહ્યો છે શિપ બિલ્ડીંગ પાર્ક

રાજ્ય સરકારના આયોજન પ્રમાણે, રાજ્યના દરિયા કિનારે દહેજ અને જૂના બંદર ભાવનગર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિપ બિલ્ડીંગ પાર્કના કારણે રાજ્ય સરકારની આવકમાં પણ વધારો થાય તેવું પણ આયોજન રાજ્ય સરકારે કર્યું હતું, પરંતુ હવે જે રીતે શિપ બિલ્ડીંગ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના ધ્યાનમાં લઈને કામગીરી સ્થગિત રાખવામાં આવી છે ત્યારે હવે આ કામગીરી ક્યારે પૂર્ણ થશે અને ક્યારેય ગુજરાતને શિપ બિલ્ડીંગ પાર્ક મળશે તે હવે આવનારો સમય જ બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.